IND vs ENG: સરફરાઝનું રનઆઉટ થવાનું પહેલેથી જ નક્કી હતું?, સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ

રાજકોટ ટેસ્ટમાં સરફરાઝ ખાન 62 રન બનાવીને રનઆઉટ થયો હતો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
IND vs ENG: સરફરાઝનું રનઆઉટ થવાનું પહેલેથી જ નક્કી હતું?, સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ 1 - image
Image:Twitter

Sarfaraz Khan Run Out Prediction : ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળવાની લાંબા સમય સુધી રાહ જોયા બાદ સરફરાઝ ખાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમના પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો. સર્વત્ર તેના ડેબ્યુની ચર્ચા હતી. ડેબ્યુના દિવસે તેની બેટિંગ પણ આવી. પરંતુ તેની ઈનિંગ માત્ર 66 બોલની હતી અને આ નાની ઈનિંગમાં તેણે વિસ્ફોટક બેટિંગ કરી હતી. સરફરાઝ ખાને 62 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ પછી તે જે રીતે આઉટ થયો તેની ઘણી ચર્ચા થઈ હતી. રવિન્દ્ર જાડેજાના કોલને કારણે સરફરાઝ ખાનને રન આઉટ થવું પડ્યું હતું. હવે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં પહેલા જ આ રનઆઉટની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર યુઝરની ભવિષ્યવાણી

એક યુઝરે રાજકોટ ટેસ્ટના પહેલા દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીએ બપોરે આ ઘટનાની ભવિષ્યવાણી કરતા ટ્વીટ કર્યું હતું. આ પોસ્ટમાં સ્પષ્ટપણે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે રવિન્દ્ર જાડેજા સરફરાઝ ખાનને રનઆઉટ કરાવશે. તેમાં એમ પણ લખ્યું છે કે આ રનઆઉટ બાદ રવિન્દ્ર જાડેજા તલવારની જેમ બેટ ફેરવીને ઉજવણી પણ કરશે. મેચમાં આવું જ કંઈક જોવા પણ મળ્યું હતું. સરફરાઝ રનઆઉટ થયો ત્યારે જાડેજા તેની સદીની નજીક હતો. સરફરાઝ આઉટ થતાની સાથે જ જાડેજાએ પોતાની સદી પૂરી કરી હતી.

લોકોએ યુઝર્સને પૂછ્યા ઘણાં સવાલો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ટ્વીટનો સમય ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 3:41 કલાકનો છે. જ્યારે સરફરાઝની વિકેટ લગભગ 4:30 કલાક પછી પડી હતી. તેનો અર્થ એ કે આ યુઝર્સે કદાચ ખૂબ જ સચોટ ભવિષ્યવાણી કરી હતી. જ્યારે આ યુઝરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો લોકો તેને અલગ-અલગ સવાલો પૂછવા લાગ્યા હતા. એક યુઝરે સવાલ કર્યો કે ભારત વર્લ્ડકપ ક્યારે જીતશે? તો તેના પર કોમેન્ટ કરતા યુઝરે લખ્યું કે જ્યારે પંડ્યા કેપ્ટન બનશે ત્યારે ભારત વર્લ્ડકપ જીતશે.

IND vs ENG: સરફરાઝનું રનઆઉટ થવાનું પહેલેથી જ નક્કી હતું?, સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ 2 - image


Google NewsGoogle News