IND vs ENG: જેણે ટેસ્ટ કેપ આપી સરફરાઝે તેના જ રેકોર્ડની બરાબરી કરી, જાણો રસપ્રદ કનેક્શન
રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ડેબ્યૂ ટેસ્ટમાં સરફરાઝ ખાને ફિફ્ટી ફટકારી
પરંતુ કમનસીબે 62 રને રન આઉટ થયો
Anil Kumble and Sarfaraz Khan: રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની શરૂઆત સાથે કારકિર્દીની શરૂઆત કરનાર સરફરાઝ ખાને ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. સરફરાઝે તેની કારકિર્દીની પ્રથમ ઈનિંગમાં કરોડો ચાહકોને સ્પષ્ટ કરતુ હતું કે તે ડોમેસ્ટિક મેચ જે રીતે રમે છે એ જ અંદાજમાં ટેસ્ટ મેચ પણ રમી શકે છે. આ મેચમાં સરફરાઝે 48 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ઇંગ્લેન્ડના બોલરો સામે તેણે 66 બોલ પર 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 62 રણ બનાવ્યા હતા. આ યુવા ક્રિકેટર જબરદસ્ત રમ્યો હતો, જો કે, તે થોડો કમનસીબ હતો અને રવિન્દ્ર જાડેજાના ખોટા કોલને કારણે નોન-સ્ટ્રાઈકર છેડે રનઆઉટ થયો હતો. સરફરાઝ તેના ડેબ્યુમાં રનઆઉટ થયા બાદ પણ ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ અને તેને ડેબ્યૂ કેપ આપનાર વ્યક્તિ અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી હતી.
અનિલ કુંબલેના રેકોર્ડની કરી બરાબરી
સરફરાઝ પહેલા અનિલ કુંબલેએ પણ 9 ઓગસ્ટ 1990ના રોજ માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અનિલ કુંબલે પણ સરફરાઝ જેમ જ તેના પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં જ રનઆઉટ થયો હતો. આ રીતે રન આઉટ થકી બંને કક્રિકેટર વચ્ચે એક ખાસ કનેક્શન બન્યું છે. જોકે કુંબલે તેની પ્રથમ ટેસ્ટ ઇનિંગમાં માત્ર 2 રન જ બનાવી શક્યો હતો, જે સરફરાઝની પહેલી પારી કરતા 60 રન ઓછા છે.
સ્ટોક્સની બાઉન્સર રણનીતિ કામમાં આવી ન હતી
ઈન્ડિયા સામે રમતી વખતે ઈંગ્લેન્ડ લાયન્સના કોચની સલાહ પર બેન સ્ટોક્સે સરફરાઝ સામે ખૂબ જ ખાસ રણનીતિ અપનાવી હતી. જેમાં ઈંગ્લિશ પેસર ક્રીઝના ખૂણેથી આવીને રાઉન્ડ ધ વિકેટ પર આવીને સરફરાઝ સામે બાઉન્સર માર્યો. આ જોઈને જાડેજાએ તેને ધીરજ રાખવા કહ્યું. પરંતુ રવિન્દ્ર જાડેજા ની ભૂલના કારણે સરફરાઝ રન આઉટ થયો હતો અને વિવાદ સર્જાયો હતો. જોકે આ વિવાદ બાદ જાડેજાએ પોતાની ભૂલ સ્વીકારતા લખ્યું કે, 'સરફરાઝ માટે દુઃખ થયું, મેં ખોટો કોલ આપ્યો હતો.'
કુંબલેએ સરફરાઝને ડેબ્યૂ કેપ આપી
સરફરાઝ ખાનને ટેસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિન બોલર અનિલ કુંબલે દ્વારા ડેબ્યૂ ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ ટેસ્ટ કેપ લઈને કુંબલેના રેકોર્ડની બરાબરી કરવી એક રસપ્રદ સંયોગ છે.