Get The App

રોહિત શર્માએ એક સાથે બે મોટા રેકોર્ડ બનાવી T-20 વર્લ્ડકપની રેકોર્ડબુકમાં ઉથલપાથલ મચાવી

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
ICC Men's T20 Cricket World Cup Semi-Final match between India and England
Image : IANS

Rohit Sharma Record: T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલીસ્ટ નક્કી થઈ ગઈ છે. આ વર્ષે ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને ટીમ ફાઈનલમાં પહોંચી છે. સેમિફાઈનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને 2022ના વર્લ્ડ કપનો બદલો પણ લઈ લીધો હતો. સેમિફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમીને ઘણા રોકોર્ટ પોતાને નામે કર્યા હતા.

હિટમેને સેમિફાઈનલમાં ફિફ્ટી ફટકારી

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોતાના કરિયરમાં એક પછી એક મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ગુરુવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી T-20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં રોહિતે શાનદાર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી હતી. હિટમેને 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેમજ મેચમાં 146.15ના સ્ટ્રાઈક રેટથી 57 રન બનાવ્યા હતા. આ સાથે સિક્સર કિંગે બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

રોહિત 50 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં 50 છગ્ગા મારનાર એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયો છે. હવે તે માત્ર ક્રિસ ગેલના રેકોર્ડથી પાછળ છે. જેણે વર્લ્ડ કપમાં 63 સિક્સર ફટકારી છે. રોહિત માત્ર બીજો ખેલાડી છે જેણે 50 સિક્સરનો આંકડો પાર કર્યો છે. આ સાથે હિટમેને સાબિત કરી દીધું છે કે તેને અસલી સિક્સર કિંગ કેમ કહેવામાં આવે છે. આ મામલામાં ઈંગ્લેન્ડનો જોસ બટલર ત્રીજા સ્થાને છે. જેણે 43 સિક્સર ફટકારી છે.

શ્રીલંકાના જયવર્દનેનો રેકોર્ડ પણ તોડ્યો

આ સાથે રોહિતે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેનો પણ મોટો રેકોર્ડ તોડ્યો છે. જેમાં T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ મહેલા જયવર્દનેના નામે હતો. તેણે 111 ચોગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે 113 ચોગ્ગા ફટકારીને આ રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો. આ ઉપરાંત રોહિત શર્માએ કેપ્ટન તરીકે 5000 રન પણ પૂરા કર્યા હતા.

આ પણ વાંચો : ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવી  T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં પહોંચી

ભારતીય ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવી

T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં રોહિતની શાનદાર ઈનિંગની મદદથી ભારતીય ટીમે 172 રન બનાવ્યા હતા. મુશ્કેલ પિચ પર ભારતીય ટીમના બેટરો અસરકારક સાબિત થયા હતા. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે 47 રન, હાર્દિક પંડ્યાએ 23, રવિન્દ્ર જાડેજાએ 17 અને અક્ષર પટેલે 10 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. મેચમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 103 રન પર ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાએ 68 રને જીતીને સેમિ ફાઈનલ પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો : આ છે ટીમ ઈન્ડિયાની જીતના 5 હીરો

રોહિત શર્માએ એક સાથે બે મોટા રેકોર્ડ બનાવી T-20 વર્લ્ડકપની રેકોર્ડબુકમાં ઉથલપાથલ મચાવી 2 - image


Google NewsGoogle News