Get The App

VIDEO : રોહિત શર્મા મેચની વચ્ચે કેમેરાપર્સન પર ભડક્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

જો રૂટે રાંચીમાં તેના ટેસ્ટ કરિયરની 31મી સદી ફટકારી હતી

પહેલા દિવસે ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 302 રન હતો

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
VIDEO : રોહિત શર્મા મેચની વચ્ચે કેમેરાપર્સન પર ભડક્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 1 - image
Image:File Photo

IND vs ENG 4th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા DRS રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન પર ભડકી ગયો હતો. રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન સતત મોટી સ્ક્રીન પર રોહિતને દેખાડી રહ્યા હતા. જેના કારણે ગુસ્સે થઈને રોહિતે તેને રિપ્લે બતાવવાની સલાહ આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

કેમેરા ઓપરેટર પર ભડક્યો રોહિત

આ સમગ્ર ઘટના ત્યારે ઘટી જયારે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ઈંગ્લેન્ડના બેટર બેન ફોક્સના પેડ પર બોલ વાગ્યો હતો. અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો, ત્યારબાદ રોહિત શર્માએ રિવ્યુ લીધો અને અમ્પાયરના નિર્ણયને પડકાર્યો. જો કે થર્ડ અમ્પાયરે ફોક્સને બોલ ટ્રેકિંગમાં નોટઆઉટ જાહેર કર્યો હતો. જ્યારે રિવ્યુ ચાલી રહ્યો હતો ત્યારે કેમેરાપર્સન સતત રોહિતને મોટી સ્ક્રીન પર દેખાડી રહ્યો હતો. થોડા સમય બાદ ભારતીય કેપ્ટને ભડકી ગયો અને કેમેરા ઓપરેટરને રિપ્લે બતાવવા કહ્યું.

બેન ફોક્સે 47 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી

ઇંગ્લેન્ડની ટીમે ગઈકાલે લંચ બ્રેક સુધી 112 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેન ફોક્સે જો રૂટસાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી ટીમ મજબૂત સ્થિતિમાં લાવી હતી. આ ભાગીદારીમાં ફોક્સનું યોગદાન 47 રનનું હતું, પરંતુ ઈંગ્લેન્ડના દૃષ્ટિકોણથી તેની ઈનિંગ મહત્વની હતી. આ ભાગીદારીના આધારે ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ વખત 200 રનનો આંકડો પાર કર્યો હતો.

ટેસ્ટ કરિયરની 31મી સદી ફટકારી રૂટે

જો રૂટે રાંચીમાં તેના ટેસ્ટ કરિયરની 31મી સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધી રૂટ 106 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડે લંચ બ્રેક બાદ આગામી બે સેશનમાં માત્ર 2 વિકેટ ગુમાવી હતી. પહેલા દિવસે ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 302 રન હતો.

VIDEO : રોહિત શર્મા મેચની વચ્ચે કેમેરાપર્સન પર ભડક્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 2 - image


Google NewsGoogle News