અશ્વિને ટેસ્ટમાં ફરી રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા
નવી દિલ્હી,તા. 23 ફેબ્રુઆરી 2024, શુક્રવાર
અશ્વિન એટલે રેકોર્ડ બ્રેકર. આ જ નામ રાખવું પડશે હવે ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું. શાર્પ સ્પીનર અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ટીમના સ્ટાર સ્પિનરે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં એક અભૂતપૂર્વ કીર્તિમાન સ્થાપ્યો છે. રાંચીમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં અશ્વિને એક વિકેટ ઝડપતા જ જુના રેકોર્ડ તોડીને પોતાના નામે ઉપલબ્ધિ લખાવી છે. ઇંગ્લેન્ડ બેયરસ્ટોને LBW આઉટ કરીને અંગ્રેજી ટીમ સામે ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં 100 વિકેટ લેનાર આર અશ્વિન ભારતનો પ્રથમ બોલર બન્યો છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડેબ્યૂ કરી રહેલા ઝડપી બોલર આકાશ દીપે બેન ડકેટ, ઓલી પોપ અને જેક ક્રાઉલીને આઉટ કરીને ઈંગ્લિશ ટીમને શરૂઆતમાં જ ત્રણ ઝટકા આપ્યા હતા. ત્યારબાદ અશ્વિને બેયરસ્ટોને આઉટ કર્યો હતો. આ વિકેટ સાથે તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં 100 વિકેટ લેનારો બીજો બોલર બન્યો હતો. આ પહેલાં આ સિદ્વિ ઈંગ્લિશ ટીમના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને મેળવી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓ
બોલર |
દેશ |
મેચ |
વિકેટ
|
જેમ્સ
એન્ડરસન |
ઈંગ્લેન્ડ |
37 |
145 |
રવિચંદ્રન
અશ્વિન
|
ભારત |
23 |
100* |
બીએસ
ચંદ્રશેખર |
ભારત |
23 |
95 |
અનિલ
કુંબલે |
ભારત |
19 |
92 |
બિશન સિંહ
બેદી |
ભારત |
22 |
85 |
કપિલ દેવ |
ભારત |
27 |
85 |
સ્ટુઅર્ટ
બ્રોડ |
ઈંગ્લેન્ડ |
24 |
75 |
ઈશાંત
શર્મા |
ભારત |
23 |
67 |
રવિન્દ્ર
જાડેજા
|
ભારત |
19 |
64* |
બોબ વિલિસ |
ઈંગ્લેન્ડ |
17 |
62 |
અશ્વિન એક જ ટીમ સામે ટેસ્ટમાં 1000 કે તેથી વધુ રન બનાવવાની સાથે સાથે 100 વિકેટ લેનારો સાતમો ખેલાડી બન્યો છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામે માત્ર 23 મેચમાં 1000 રન અને 100 વિકેટનો ડબલ રેકોર્ડ હાંસલ કર્યો હતો. આ મામલે માત્ર ઈયાન બોથમ તેનાથી આગળ છે. બોથમે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 22 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.