IND vs ENG: રિવ્યૂ ન લેતા કેપ્ટન રોહિત અને કુલદીપ યાદવ વચ્ચે થઈ તનાતની, જુઓ વીડિયો

ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું

પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
IND vs ENG: રિવ્યૂ ન લેતા કેપ્ટન રોહિત અને કુલદીપ યાદવ વચ્ચે થઈ તનાતની, જુઓ વીડિયો 1 - image
Image:IANS

World Cup 2023 IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ODI World Cup 2023માં આ ભારતની છટ્ઠી જીત હતી. આ જીતમાં સૌથી મોટું યોગદાન ભારતીય ટીમના બોલર્સનું હતું. જેમાંથી એક કુલદીપ યાદવ પણ હતો. ભારતીય ટીમનો ઓફ સ્પિનર કુલદીપ યાદવ મેદાન પર સામાન્યતઃ ખુબ જ શાંત જોવા મળે છે. પરંતુ ગઈકાલની મેચમાં તે કંઇક અલગ જ મૂડમાં જોવા મળ્યો હતો. મેચ દરમિયાન ભારતીય ટીમ(Kuldeep Yadav Argues With Rohit Sharma)ના કેપ્ટન રોહિત શર્મા અને કુલદીપ યાદવ વચ્ચે તનાતની જોવા મળી હતી. જેનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

રોહિત-કુલદીપ વચ્ચે થઇ તનાતની

ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન કુલદીપ યાદવ 22મી ઓવર ફેંકવા આવ્યો હતો. આ ઓવરની એક બોલ પર લિયમ લિવિંગસ્ટન ચુકી ગયો અને બોલ તેના પેડ પર લાગી હતી. બોલ વાગતાની સાથે જ કુલદીપે LBW માટે અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો. ત્યારબાદ કુલદીપે રોહિત શર્માને રિવ્યૂ લેવા માટે કહ્યું હતું. પરંતુ રોહિત રિવ્યૂ લીધો ન હતો. ત્યારબાદ 24મી ઓવરમાં મોટી સ્ક્રીન પર આ બોલનો રિપ્લે દેખાડવામાં આવ્યો જેમાં લિવિંગસ્ટન આઉટ હતો એવું સાફ સાફ દેખાઈ રહ્યું હતું. આ રિપ્લે જોતા કુલદીપે રોહિત પાસે જઈ રિવ્યૂ ન લેવાની ફરિયાદ કરી હતી. જે પછી રોહિત પણ કુલદીપ પર ગુસ્સે થયો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કુલદીપે લિવિંગસ્ટનને LBW આઉટ કર્યો

રોહિત અને કુલદીપ વચ્ચે વાતચીત બાદ કુલદીપ પોતાની ફિલ્ડીંગ પોઝીશન પર પાછો જતો રહ્યો હતો. આ દરમિયાન કોમેન્ટેટર્સ પણ એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે તમે કેપ્ટન સાથે દલીલ ન કરી શકો, તે જ ટીમની પસંદગી કરે છે. ત્યારબાદ 5 ઓવર પછી કુલદીપ યાદવે લિવિંગસ્ટનને આઉટ કર્યો હતો. કુલદીપે 30મી ઓવરના બીજા બોલ પર લિવિંગસ્ટનને LBW આઉટ કર્યો હતો.

IND vs ENG: રિવ્યૂ ન લેતા કેપ્ટન રોહિત અને કુલદીપ યાદવ વચ્ચે થઈ તનાતની, જુઓ વીડિયો 2 - image


Google NewsGoogle News