કે.એલ રાહુલને બીજી વખત મળ્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, આ રીતે થઈ નામની જાહેરાત, જુઓ વીડિયો

લખનઉમાં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું

ઇંગ્લેન્ડ સામે જીત બાદ ભારત પોઈન્ટ્સ ટેબલ પર પહેલા નંબરે પહોંચી ગયું છે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
કે.એલ રાહુલને બીજી વખત મળ્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, આ રીતે થઈ નામની જાહેરાત, જુઓ વીડિયો 1 - image
Image:IANS

World Cup 2023 IND vs ENG : ભારતે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી ODI World Cup 2023ની મેચમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ભારતની જીતમાં બેટ્સમેનો અને બોલરોની સાથે સાથે ફિલ્ડરોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એલ રાહુલને તેની જબરદસ્ત ફિલ્ડીંગ(KL Rahul Wins Fielder Of The Match Medal)ના કારણે બીજી વખત મેડલ મળ્યો હતો, જેની ઉજવણી ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં જોરશોરથી કરી હતી.

આ રીતે થઇ કે.એલ રાહુલના નામની જાહેરાત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચ બાદ બેસ્ટ ફિલ્ડરની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચ ટી.દિલીપે ડ્રેસિંગ રૂમમાં ઇશાન કિશનની ફિલ્ડીંગના વખાણ કર્યા હતા. આ સાથે મોહમ્મદ સિરાજના પણ વખાણ થયા હતા. પરંતુ મેડલ કે.એલ રાહુલને આપવામાં આવ્યો હતો. રાહુલના નામની જાહેરાત આ વખતે અલગ અંદાજમાં થઇ હતી. જેનો વીડિયો BCCI તેની વેબસાઈટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ખેલાડીઓને સૌથી પહેલા ડ્રેસિંગ રૂમમાંથી બહાર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્ટેડિયમની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી, ત્યાર પછી LED લાઈટથી રાહુલના નામની જાહેરાત થઇ હતી.

પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ સ્થાને

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 229 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 129 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. કે.એલ રાહુલે આ મેચમાં 58 બોલમાં 39 રન બનાવ્યા હતા. રાહુલે ફિલ્ડીંગમાં કમાલ બતાવ્યું હતું. તેણે મોઈન અલીનો કેચ પકડ્યો હતો. આ સાથે તેણે ક્રિસ વોક્સને સ્ટમ્પ આઉટ પણ કર્યો હતો. આ જીત સાથે જ ભારત પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. 

કે.એલ રાહુલને બીજી વખત મળ્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, આ રીતે થઈ નામની જાહેરાત, જુઓ વીડિયો 2 - image


Google NewsGoogle News