હજુ સુધી ફિટ નથી થયો રાહુલ, તેની જગ્યાએ સ્ટાર ખેલાડીને મળી તક, BCCIએ આપી અપડેટ
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે બહાર કરાયેલા કેએલ રાહુલ રાજકોટમાં રમાનારી મેચમાં સામેલ નહીં થાય. આ વાતની પુષ્ટિ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ સોમવારે કરી છે. ત્યારે કેએલ રાહુલની જગ્યાએ લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડી દેવદત્ત પડિક્કલને ટીમમાં સામેલ કરાયો છે.
BCCIએ વિકેટકીપર બેટ્સમેનની ગેરહાજરીની પુષ્ટિ કરતા જણાવ્યું કે, કેએલ રાહુલ જેની બાકી ત્રણ ટેસ્ટ મેચો માટે ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર હતી, તેમને રાજકોટમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટથી બહાર કરી દેવાયા છે. રાહુલ 90 ટકા ફિટનેસ સુધી પહોંચી ગયા છે અને BCCI મેડિકલ ટીમની દેખરેખમાં સારી પ્રગતિ કરી રહ્યા છે. તેઓ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે ફિટ થવા માટે બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)માં પોતાની રિકવરી પ્રક્રિયા ચાલુ રાખશે. પુરુષ પસંદગી સમિતિએ 15 ફેબ્રુઆરી, 2024થી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે કેએલ રાહુલની જગ્યાએ દેવદત્ત પડિક્કલને સામેલ કરાયો છે.
ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા*, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર , કુલદીપ યાદવ , મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ, દેવદત્ત પડિક્કલ.