IND vs ENG: સીરિઝની પહેલી જ મેચમાં ડેબ્યૂ કરી શકે IPLનો સ્ટાર, જુઓ સંભવિત પ્લેઈંગ-11
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 સીરિઝ શરૂ થવામાં હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. બંને ટીમ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પહેલી ટી20 મેચ રમાશે. આ મેચમાં IPL સ્ટાર હર્ષિત રાણાને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. કારણ કે આ બોલર માટે આનાથી સારું પ્લેટફોર્મ બીજું કોઈ ન હોઈ શકે.
હર્ષિત IPL 2024 માં તેની શાનદાર બોલિંગ બાદ ચર્ચામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ટૂંક સમયમાં જ નેશનલ ટીમમાં એન્ટ્રી મળી ગઈ હતી. આ યુવા ફાસ્ટ બોલરે ગત સિઝનમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ પણ જીત્યો હતો, જ્યાં કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને દસ વર્ષ પછી ખિતાબ પોતાના નામે કર્યો હતો.
ત્યારબાદ તરત જ તેને નેશનલ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો હતો પરંતુ તેને પોતાના ડેબ્યૂ માટે રાહ જોવી પડી હતી. અંતે તેનું ડેબ્યૂ પર્થમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં થયું હતું. ભારતે આ મેચમાં જીત હાંસલ કરી હતી. અત્યાર સુધી તે દેશ માટે બે ટેસ્ટ રમી ચૂક્યો છે અને હવે તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં રમવા માટે પણ તૈયાર છે.
હર્ષિતને મળી શકે છે તક
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 સીરિઝની શરૂઆત સિટી ઓફ જોયમાં થશે. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી ટ્રેનિંગ કેમ્પ દર્શાવે છે કે હર્ષિતના ડેબ્યૂની સંભાવના છે. આ યુવા ફાસ્ટ બોલર ટીમના સૌથી મહેનતુ ખેલાડીઓમાંનો એક રહ્યો છે. તેણે રવિવાર અને સોમવારે સતત પ્રેક્ટિસ કરી અને નેટમાં ઘણો પરસેવો પાડ્યો. શમી અને અર્શદીપ સાથે મળીને તેણે ભારતીય બેટ્સમેન સામે સતત બોલિંગ કરી.
આ પણ વાંચો: છત્તીસગઢમાં 14 નક્સલીઓ ઠાર, છેલ્લા 36 કલાકથી ચાલી રહી છે અથડામણ
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત પટેલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.