રોહિત શર્મા બીજી ટેસ્ટમાં વર્લ્ડ રેકોર્ડ કરે તેવી શક્યતા, મોટી સિદ્ધિથી 10 છગ્ગા દૂર
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં રમાનાર છે
પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો
image: File Photo |
Rohit Sharma International Sixes : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમમાં રમાનાર છે. પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવી ઇંગ્લેન્ડની ટીમે આ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો કેપ્ટન એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. જો રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાં 10 છગ્ગા ફટકારે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગા પૂરો કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે.
રોહિત શર્મા બીજી ટેસ્ટમાં બનાવશે વર્લ્ડ રેકોર્ડ!
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી કુલ 590 છગ્ગા ફટકાર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગા મારવાની સિદ્ધિ વિશ્વનો કોઈ બેટ્સમેન હજુ સુધી મેળવી શક્યો નથી. રોહિત શર્મા પાસે ઇંગ્લેન્ડ સામે 10 છગ્ગા ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગા પૂરા કરવાની મોટી તક છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન
રોહિત શર્મા - 590
ક્રિસ ગેલ - 553
શાહિદ આફ્રિદી - 476
બ્રેન્ડન મેક્કુલમ - 398
માર્ટિન ગુપ્ટિલ - 383
મહેન્દ્ર સિંહ ધોની - 359