IND vs ENG: દુબેની જગ્યાએ હર્ષિતને ટીમમાં સામેલ કરવા પર કેમ થયો વિવાદ? દિગ્ગજો પણ ભડક્યા
IND vs ENG : પૂણે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20I મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને સીરિઝ પર 3-1થી કબજો મેળવી લીધો છે. આ મેચમાં કન્કશન સબ્સ્ટીટ્યૂટ તરીકે રમવા આવેલા હર્ષિત રાણાને મેચ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે આ અંગે મોટો વિવાદ થઇ ગયો છે. હર્ષિતને ટીમમાં સામેલ કરવાને લઈને ઇંગ્લેન્ડની ટીમનો કેપ્ટન કોસ બટલર અને પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટર કેવિન પીટરસન નારાજ જણાઈ રહ્યા છે. આ સિવાય આકાશ ચોપડા પણ આ નિર્ણયથી નાખુશ છે.
કેમ થયો વિવાદ?
હકીકતમાં શિવમ દુબે બેટિંગ ઓલરાઉન્ડર છે. જ્યારે ભારત માટે ત્રણ વિકેટ ઝડપનાર હર્ષિત રાણા બોલિંગ ઓલરાઉન્ડર છે. જો દુબે સંપૂર્ણપણે ફીટ થઈને ફરથી મેદાનમાં રમવા ઉતર્યો હોત તો તે પણ સ્પષ્ટ ન હતું કે, તે પોતાની બેટિંગ પૂરી કરી શક્યો હોત કે નહી? અહીં મહત્ત્વપૂર્ણ વાત એ છે કે શિવમ દુબે હર્ષિત રાણા કરતા વધુ સારો બોલર છે. રાણાએ આ મેચ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જેથી સ્પષ્ટ છે કે બંને ખેલાડીઓ 'લાઈક ફોર લાઈક' નથી. આ દરમિયાન આકાશ ચોપડા અને અનેક અંગ્રેજ દિગ્ગજોએ પણ આ અંગે સવાલો ઊભા કર્યા છે. હવે સમગ્ર વિવાદને લઈને ICC શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
હર્ષિત રાણા 'લાઈક ફોર લાઈક' ખેલાડી નથી - આકાશ ચોપડા
હકીકતમાં ICCના નિયમાનુસાર જો કોઈ ખેલાડીને કન્કશન (માથા પર ઈજા) થયા બાદ પ્લીયિંગ ઈલેવનમાં 'Like-for-Like' (લાઈક ફોર લાઈક) ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાય છે. પરંતુ હવે આ વાત અનેક દિગ્ગજોને સમજાઈ રહી નથી. કેપ્ટન જોશ બટલર અને આકાશ ચોપડાનું માનવું છે કે, હર્ષિત રાણા 'લાઈક ફોર લાઈક' ખેલાડી નથી. આકાશ ચોપડાએ કહ્યું હતું કે, 'જો હર્ષિત બોલિંગ કરે છે તો આ 'લાઈક ફોર લાઈક' રિપ્લેસમેન્ટ નથી લાગી રહ્યું. રમણદીપ દુબે માટે આદર્શ 'કન્કશન રિપ્લેસમેન્ટ' હતો.'
આ પણ વાંચો : IND vs ENG: ભારતને મેચ જીતાડનારા ખેલાડી પર જ વિવાદ, હાર ન પચાવી શક્યા અંગ્રેજો
ઈંગ્લીશ દિગ્ગજ ક્રિકેટરો પણ ભડક્યા
પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટર માઈકલ વોને જણાવ્યું હતું કે, 'એક બેટર એક બોલરની જગ્યા લઇ શકે છે કે, જે પાર્ટ ટાઈમ બોલિંગ કરતો હોય. એક ઓલરાઉન્ડર કે જેને IPL 2024માં બોલિંગ કરી ચૂક્યો છે. તેના કન્કશન સબ્સ્ટીટ્યૂટમાં એક એવા ખેલાડીઓને લાવવામાં આવ્યો કે જે બેટિંગ નથી કરી શકતો અને બોલિંગ કરી શકે છે. આ બધું મારી સમજની બહાર છે.' આ સિવાય પૂર્વ દિગ્ગજ ઈંગ્લીશ ક્રિકેટર કેવિન પીટરસને જણાવ્યું હતું કે, 'જોશ બટલર આ કન્કશન સબ્સ્ટીટ્યૂટથી ખુશ ન હતો. કોઈને પણ પૂછી લો કે, શું હર્ષિત રાણા 'લાઈક ફોર લાઈક' રિપ્લેસમેન્ટ છે? મને નથી લાગતું કે કોઈ પણ આને યોગ્ય કહેશે. મને લાગે છે કે આ અંગે હવે ઘણી ચર્ચાઓ થશે.'