IND vs ENG: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગૌતમ ગંભીરનો ચક્રવ્યૂહ તૈયાર, ત્રણ દિવસમાં થશે ખાસ તૈયારી
IND vs ENG : ભારતીય ટીમમાં હાલ ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયામાં ટીમની હાર થયા બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાંથી અનેક પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે. આ દરમિયાન BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે હવે તેની આગામી સીરિઝ ઇંગ્લેન્ડ સામે રમવાની છે. આ સીરિઝ 22 જાન્યુઆરીથી શરૂ થવાની છે.
ભારતીય ટીમ માટે યોજાશે કેમ્પ
આ સીરિઝ પહેલા BCCI એ એક ખાસ કેમ્પ યોજવાનું વિચાર્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ કોલકાતાથી શરૂ થશે. ભારતીય ટીમ તેનો કેમ્પ અહીં યોજાશે. આ કેમ્પ ત્રણ દિવસનો રહેશે. ટીમ 18 જાન્યુઆરીએ અહીં ભેગી થશે અને ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડને હરાવવાની યોજના તૈયાર કરશે.
નવા બેટિંગ કોચ સિતાંશુ કોટક ટીમ સાથે જોડાશે
ભારતીય ટીમ ટેસ્ટમાં ભલે સારું પ્રદર્શન ન કરી રહી હોય પરંતુ T20માં ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્તવમાં ટીમે શ્રીલંકા, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે T20 સીરિઝ જીતી છે. આ કેમ્પમાં ટીમના ખેલાડીઓ સાથે મળીને તૈયારી કરશે અને ઈંગ્લેન્ડને હરાવવા માટે વ્યૂહનીતિ બનાવશે. આ દરમિયાન કોચ ગૌતમ ગંભીર ટીમ સાથે રહેશે. અને ટીમ સાથે એક નવા બેટિંગ કોચ સીતાશુ કોટક પણ જોડાશે. જો કે, અભિષેક નાયર પહેલાથી જ સહાયક કોચ તરીકે ટીમ સાથે છે. જે બેટિંગ કોચની જવાબદારી પણ સંભાળે છે. હવે તે કોટકમાં ટીમ સાથે જોડાશે.