હવે ટેસ્ટ ક્રિકેટમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડમાં 17 વર્ષ જૂનો રેકોર્ડ સુધારવાનો ઇરાદો

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
india vs england


ભારત T20 વર્લ્ડકપમાં વિજય બાદ હવે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં વધુ એક ICC ટુર્નામેન્ટ જીતવા માટે પ્રયાસ કરશે. હાલના સંજોગોમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય તેવી શક્યતાઓ છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની ઘણા સમયથી પરીક્ષા થઈ નથી. અગાઉ વન-ડે ક્રિકેટના વર્લ્ડકપની ફાઇનલમાં હાર અને બે વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સ્વાદ ચાખી ચૂક્યું છે. T20 વર્લ્ડકપમાં વિજય બાદ હવે ભારત ટેસ્ટ ક્રિકેટની પરીક્ષા પણ પાર કરવા ઇચ્છશે. એવામાં આગામી વર્ષ 2025માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે.

ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ 

1લી ટેસ્ટ - હેડિંગલી, લીડ્સ (જૂન 20-24)

2જી ટેસ્ટ - એજબેસ્ટન, બર્મિંગહામ (જુલાઈ 2-6)

3જી ટેસ્ટ - લોર્ડ્સ, લંડન (જુલાઈ 10-14)

4થી ટેસ્ટ - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર (23-27 જુલાઈ)

5મી ટેસ્ટ - કિયા ઓવલ, લંડન (31 જુલાઈ - 3 ઓગસ્ટ)

BCCI દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આવતા વર્ષે ઉનાળામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2025માં 20 જૂનથી 3 ઓગસ્ટ દરમિયાન 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ ટીમ પહેલી વખત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. અગાઉ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ જીતી શકે એમ હટી પરંતુ કોરોનાના કારણે 5 મેચની શ્રેણી 2-2થી સરભર થઈ હતી. એ સમયે ભારત ખૂબ જ આક્રમક દેખાતું હતું અને શ્રેણી જીતે એવું જ લાગી રહ્યું હતું. આ અગાઉ રાહુલ દ્રવિડની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ 2007માં 5 મેચની શ્રેણી જીત્યું હતું. ત્યાર બાદ ભારત હવે ફરીથી આ સિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરશે.


Google NewsGoogle News