Get The App

IND vs ENG: ભારતને મેચ જીતાડનારા ખેલાડી પર જ વિવાદ, હાર ન પચાવી શક્યા અંગ્રેજો

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
IND vs ENG: ભારતને મેચ જીતાડનારા ખેલાડી પર જ વિવાદ, હાર ન પચાવી શક્યા અંગ્રેજો 1 - image

IND vs ENG, Harshit Rana : ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી T20I મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્ત્વમાં ભારતીય ટીમે 15 રનથી જીત મેળવીને સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ભારત હવે પાંચ T20I મેચની સીરિઝમાં 3-1થી આગળ થઇ ગઈ છે. પૂણે ખાતે રમાયેલી આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ભારતીય ટીમ તરફથી શિવમ દુબે મેચને સમાપ્ત કરતા તેણે 34 બોલમાં 53 રન બનાવ્યા હતા. દુબેની આ ઇનિંગને લીધે ભારતે ઈંગ્લેંડ સામે 182 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. 

શું હતો સમગ્ર વિવાદ?

એક સમયે ઇંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરતા ઈંગ્લીશ ટીમ 19.4 ઓવરમાં 166ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. રાણાએ ભારત માટે ત્રણ વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણાએ ભારતને જીત અપાવવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું પરંતુ તેને લઈને એક વિવાદ થયો હતો. હકીકતમાં હર્ષિત રાણા શિવમ દુબેના કન્કશન સબ્સ્ટીટ્યૂટ તરીકે રમવા આવ્યો હતો. જયારે દુબે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને હેલ્મેટમાં બે વખત બોલ વાગ્યો હતો. પહેલા નવમી ઓવરમાં જયારે જ્રોફા આર્ચરની બોલ પર શૂટ રમવાનું ચૂકી ગયો હતો. તે બોલની ગતિ 146.8 કિમી/કલાક હતી. ત્યારબાદ છેલ્લી ઓવરની પાંચમી બોલ પર આવું જ બન્યું હતું.    

ત્યારબાદ ડોકટરોએ મેદાન પર આવીને દુબેનર થયેલી ઈજાની તપાસ કરી હતી. આ પછી તેણે છેલ્લા બોલનો સામનો કર્યો. ભારતની ઇનિંગ પૂરી થયા બાદ મેચના રેફરી અને અમ્પાયરોએ શિવમ દુબેને નિયમો અનુસાર ચેકઅપ માટે મોકલ્યો હતો. જેને લઈને ભારતને કન્કશન સબ્સ્ટીટ્યૂટનો વિકલ્પ પસંદ કરવાનું કહ્યું હતું. આ સ્થિતિમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે હર્ષિત રાણાને ટીમમાં તક આપવનો નિર્ણય કર્યો હતો. 

ડેબ્યૂ મેચમાં જ હર્ષિત રાણાએ અંગ્રેજોને હંફાવ્યા 

શિવમ દુબેના કન્કશન સબ્સ્ટીટ્યૂટ તરીકે બોલિંગ કરતા હર્ષિત રાણા જયારે મેદાન પર આવ્યો હતો. ત્યારે તેણે પોતાની પહેલી T20I મેચના બીજા બોલ પર લિવિંગસ્ટનને આઉટ કરી દીધો હતો. આ સાથે જ હર્ષિતે ભારતીય ટીમને મેચમાં વાપસી કરાવી દીધી હતી. પોતાની ત્રીજી ઓવરમાં તેણે જેકબ બેથમને પોતાનો શિકાર બનવ્યો હતો અને મેચને રોમાંચિત બનાવી દીધી હતી. ઇંગ્લેન્ડે 2 ઓવરમાં 25 રનની જરૂરિયાત હતી અને ત્યારે રાણાએ મેચ જીતાડનારી મહત્ત્વની ઓવર ફેંકી હતી. તેણે 19મી ઓવરમાં મોટી વિકેટો લીધી હતી. અને જેમી ઓવરટનને પવેલિયન ભેગો કરી દીધો હતો. રાણાએ ચાર ઓવરમાં 33 રન આપીને કુલ 3 વિકેટો ઝડપી હતી.  

કેપ્ટન જોશ બટલર કન્કશન સબ્સ્ટીટ્યૂટથી નારાજ

હર્ષિત રાણાએ ઈંગ્લીશ ટીમ પાસેથી જીતેલી મેચ છીનવી લીધી હતી. મેચ બાદ ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોશ બટલરે કહ્યું હતું કે, 'હું કન્કશન સબ્સ્ટીટ્યૂટથી ખુશ ન હતો. કારણ કે શિવમ દુબે ઓલરાઉન્ડર છે ક્યારે હર્ષિત રાણા એક ઝડપી બોલર છે. આ રિપ્લેસમેન્ટ જેવું ન હતું.' આ સિવાય પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટર માઈકલ વોને જણાવ્યું હતું કે, 'એક બેટર એક બોલરની જગ્યા લઇ શકે છે કે, જે પાર્ટ ટાઈમ બોલિંગ કરતો હોય. એક ઓલરાઉન્ડર કે જેને IPL 2024માં બોલિંગ કરી ચૂક્યો છે. તેના કન્કશન સબ્સ્ટીટ્યૂટમાં એક એવા ખેલાડીઓને લાવવામાં આવ્યો કે જે બેટિંગ નથી કરી શકતો અને બોલિંગ કરી શકે છે. આ બધું મારી સમજની બહાર છે.'IND vs ENG: ભારતને મેચ જીતાડનારા ખેલાડી પર જ વિવાદ, હાર ન પચાવી શક્યા અંગ્રેજો 2 - image



Google NewsGoogle News