IND vs ENG : પિચ પર દોડ્યા બેટ્સમેન, ભારત પર પાંચ રનની લાગી પેનલ્ટી, જાણો શું છે નિયમ
Pitch penalty: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટ દરમિયાન બેટ્સમેન દ્વારા પીચ પર દોડવાના બીજા અપરાધમાં ભારત પર પાંચ રનની પેનલ્ટી લાગી છે. એનો એર્થ એવો થયો કે ઈંગ્લેન્ડ પોતાની પહેલી પારીની શરૂઆતમાં કોઈ પણ બોલ ફેંક્યા પહેલા જ વિકેટ વગર પાંચ રન મેળવશે.
ભારતને પાંચ રનની પેનલ્ટી
ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની એક મોટી ભૂલની સજા ટીમ ઈન્ડિયાને મળી છે. બીજા દિવસના પહેલા સેશનમાં ભારતના રવિચંદ્રન અશ્વિન અને ધ્રુવ જુરેલ બેટિંગ કરી રહ્યા હતા. ટીમ ઈન્ડિયાની ઈનિંગની 102મી ઓવર ઈંગ્લેન્ડ તરફથી રિહાન અહેમદ બોલિંગ કરી રહ્યો હતો. અશ્વિને તેની ઓવરના ત્રીજા બોલ પર બોલ રમ્યો અને તે રન બનાવવા દોડ્યો. જેના માટે ફિલ્ડ અમ્પાયરે અશ્વિનને ડેન્જર એરિયામાં દોડવા બદલ દોષી ગણાવ્યો હતો અને ટીમ ઈન્ડિયા પર પાંચ રનનો દંડ ફટકાર્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની ટીમના ખાતામાં પાંચ રન જોડાઈ ગયા છે. હવે જ્યારે ઈંગ્લેન્ડ તેની ઇનિંગની શરૂઆત કરશે, શૂન્ય બોલ અને શૂન્ય વિકેટ હોવા છતાં, તે તેના સ્કોર બોર્ડ પર પહેલા જ બોલથી પાંચ રન ઉમેરશે.
શું છે નિયમ?
જો તમે પિચની વચ્ચે દોડવા માટે દોષિત ઠરે છે, તો પ્રથમ વખત અમ્પાયર તમને ચેતવણી આપે છે અને બીજી વખત તમને દંડ કરવામાં આવે છે. તો આ મેચના પહેલા દિવસે જ્યારે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તે પણ અકસ્માતે પીચની વચ્ચે દોડી ગયો હતો. તે સમયે ફિલ્ડ અમ્પાયરે ટીમ ઈન્ડિયાને પીચની વચ્ચે દોડવા માટે પ્રથમ ચેતવણી આપી હતી અને જ્યારે અશ્વિને પણ આવું કર્યું ત્યારે અમ્પાયર દ્વારા ભારતીય ટીમ પર પાંચ રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ મેચમાં ભારતે અત્યાર સુધી પ્રથમ પારીમાં 126 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 424 રન બનાવ્યા છે. આમાં રોહિત શર્માના 131 રન અને રવિન્દ્ર જાડેજાના 112 રન પણ નોંધાયેલા છે.