‘શેર ભૂખા હૈ…’આ બેટરની ફિફ્ટીથી પ્રભાવિત થયો સૂર્યકુમાર યાદવ, સોશિયલ મીડિયા પર શેર કર્યા આંકડા

ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ માત્ર 218 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઈ હતી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
‘શેર ભૂખા હૈ…’આ બેટરની ફિફ્ટીથી પ્રભાવિત થયો સૂર્યકુમાર યાદવ, સોશિયલ મીડિયા પર શેર કર્યા આંકડા 1 - image
Image:File Photo

Suryakumar Yadav Praises Sarfaraz Khan : રાજકોટ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યા બાદથી સરફરાઝ ખાન સતત રન બનાવી રહ્યો છે. ચોથી ટેસ્ટમાં બેન સ્ટોક્સની માઇન્ડ ગેમનો શિકાર બન્યા બાદ સરફરાઝ ખાને ગઈકાલે વાપસી કરી અને ઇંગ્લેન્ડની ટીમ સામે બીજી શાનદાર ઇનિંગ રમી હતી. ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે સરફરાઝે તેના ટેસ્ટ કરિયરની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી. સરફરાઝ ખાને 60 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. T20 કિંગ સૂર્યકુમાર યાદવ સરફરાઝની આ બેટિંગ ક્ષમતાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. સૂર્યાએ સરફરાઝનો ફોટો શેર કરીને તેની પ્રશંસા કરી હતી.

‘શેર ભૂખા હૈ…’આ બેટરની ફિફ્ટીથી પ્રભાવિત થયો સૂર્યકુમાર યાદવ, સોશિયલ મીડિયા પર શેર કર્યા આંકડા 2 - image

સૂર્યકુમાર યાદવે શેર કરી ઈન્સ્ટા સ્ટોરી

સરફરાઝે તેની ઇનિંગ દરમિયાન 93 ટકા બોલનો સામનો કર્યો હતો અને માત્ર ત્રણ બોલ બીટ થયો હતો. તે આંકડાનો સ્ક્રીનશોટ લઈને સૂર્યકુમારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા કેપ્શનમાં આપ્યું, 'શેર ભૂખા હૈ.' સૂર્યકુમાર સરફરાઝનો મોટો સમર્થક રહ્યો છે, કારણ કે બંને ક્રિકેટર એક જ રાજ્યની ટીમ માટે રમે છે. સૂર્યકુમારે જ સરફરાઝના પિતા નૌશાદને તેમના પુત્રનું ડેબ્યુ જોવા રાજકોટ જવા માટે પ્રેરિત કર્યા હતા. 

સરફરાઝના પિતાએ કર્યો હતો ખુલાસો

સૂર્યકુમારે એક વોઈસ નોટ દ્વારા તેમને રાજકોટ જવા માટે પ્રેરિત કર્યા હતા. સૂર્યાએ પોતાની વોઈસ નોટમાં કહ્યું હતું કે, “ગયા વર્ષે નાગપુરમાં જ્યારે મને ટેસ્ટ કેપ મળી ત્યારે મારો પરિવાર મારી સાથે હતો, તે આપણા બધા માટે યાદગાર ક્ષણ હતી. તમારે ત્યાં હોવું જોઈએ.” સરફરાઝના પિતાએ પણ આ વાતનો ખુલાસો કર્યો હતો.

‘શેર ભૂખા હૈ…’આ બેટરની ફિફ્ટીથી પ્રભાવિત થયો સૂર્યકુમાર યાદવ, સોશિયલ મીડિયા પર શેર કર્યા આંકડા 3 - image


Google NewsGoogle News