ધર્મશાલા ટેસ્ટ માટેની ભારતીય ટીમ જાહેર, વિસ્ફોટક બેટરની એન્ટ્રી, બુમરાહની પણ વાપસી

ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારત પાસે 3-1ની અજેય લીડ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
ધર્મશાલા ટેસ્ટ માટેની ભારતીય ટીમ જાહેર, વિસ્ફોટક બેટરની એન્ટ્રી, બુમરાહની પણ વાપસી 1 - image
Image:Twitter

IND vs ENG 5th Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ધર્મશાલામાં રમાનાર પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ બાદ ન રમનાર કે.એલ રાહુલ છેલ્લી ટેસ્ટમાં પણ રમી શકશે નહીં. વર્કલોડ મેનેજમેન્ટના કારણે રાંચી ટેસ્ટમાં ન રમનાર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઇ છે. વોશિંગ્ટન સુંદરને તમિલનાડુ માટે રણજી ટ્રોફીની સેમિફાઇનલ રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો છે, જયારે દેવદત્ત પડિક્કાલની ટીમમાં એન્ટ્રી થઇ છે.

વોશિંગ્ટન સુંદરને કર્યો રિલીઝ

વોશિંગ્ટન સુંદરને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. તે તેની રણજી ટ્રોફી ટીમ તમિલનાડુનો ભાગ હશે જે 2 માર્ચથી શરૂ થનારી મુંબઈ સામેની રણજી ટ્રોફી સેમિફાઇનલ રમશે. જો જરૂર પડશે તો તે ડોમેસ્ટિક મેચો પૂર્ણ થયા બાદ પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમ સાથે જોડાશે. BCCIએ કહ્યું છે કે, “મોહમ્મદ શમીની જમણી એડીની સર્જરી 26 ફેબ્રુઆરી, 2024ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. તે સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં રિહેબ માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે.

પાંચમી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (C), જસપ્રીત બુમરાહ (VC), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (wkt), કે.એસ ભરત (wkt), દેવદત્ત પડિક્કલ, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ

ધર્મશાલા ટેસ્ટ માટેની ભારતીય ટીમ જાહેર, વિસ્ફોટક બેટરની એન્ટ્રી, બુમરાહની પણ વાપસી 2 - image


Google NewsGoogle News