IND vs ENG: અભિષેક શર્મા સામે જ હારી ગયું ઈંગ્લેન્ડ, ટીમ ઈન્ડિયાની 150 રનથી જીત, 4-1થી સીરિઝ કબજે કરી
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T-20 સીરિઝની પાંચમી અને છેલ્લી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું છે. મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી ઇંગ્લેન્ડને 248 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં અભિષેક શર્માએ 125 રન ફટકારી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ 248 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે 97 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતે આ સીરિઝ 4-1થી જીતી લીધી છે.
T20Is મેચોમાં ફુલ મેમ્બર્સ ટીમની સૌથી મોટી હાર
- 168 રન - ભારત Vs ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023
- 150 રન - ભારત Vs ઈંગ્લેન્ડ, વાનખેડે 2025*
- 143 રન - પાકિસ્તાન Vs વેસ્ટ ઈન્ડિઝ, કરાચી 2018
- 143 રન - ભારત Vs આયર્લેન્ડ, ડબલિન 2018
- 137 રન - ઇંગ્લેન્ડ Vs વેસ્ટ ઇન્ડીઝ, બાસેટેરે 2019
- 135 રન - ભારત Vs દક્ષિણ આફ્રિકા, જોબર્ગ 2024
અભિષેક શર્મા સામે જ હારી ગયું ઈંગ્લેન્ડ
અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામે ભારતને શાનદાર શરૂઆત અપાવી. તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 4.2 ઓવરમાં તેમણે જેમી ઓવર્ટનના બોલ પર સિક્સર ફટકારી અને તે ભારત માટે બીજો સૌથી ઝડપી T20 બેટ્સમેન બન્યો. આ ઉપરાંત, તે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ દરમિયાન, તેમણે 10 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેમણે 54 બોલમાં 135 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 97 રન જ બનાવી શકી હતી, તેથી અભિષેક શર્માની સામે જ ઈંગ્લેન્ડની ટીમ હારી ગઈ હતી.
T20Iમાં ફુલ મેમ્બર્સ ટીમો સામે સૌથી ઝડપી સદી
- 35 બોલ - ડેવિડ મિલર Vs બાંગ્લાદેશ, પોટચેફસ્ટ્રૂમ 2017
- 35 બોલ - રોહિત શર્મા Vs શ્રીલંકા, ઇન્દોર 2017
- 37 બોલ - અભિષેક શર્મા Vs ઇંગ્લેન્ડ, વાનખેડે 2025
- 39 બોલ - જોહ્ન્સન ચાર્લ્સ Vs દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2023
- 40 બોલ - સંજુ સેમસન Vs બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024
T20Iમાં સૌથી ઝડપી 50 રન બનાવનાર ભારતીય
- 12 બોલ - યુવરાજ સિંહ Vs ઈંગ્લેન્ડ, ડરબન 2007
- 17 બોલ - અભિષેક શર્મા Vs ઇંગ્લેન્ડ, વાનખેડે 2025
- 18 બોલ - કેએલ રાહુલ Vs સ્કોટલેન્ડ, દુબઈ 2021
- 18 બોલ - સૂર્યકુમાર યાદવ Vs દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022