Get The App

....તો શું શુભનમ ગિલને સજા મળી હોત? બીજી ટેસ્ટ પહેલા મળી હતી ચેતવણી...

ગિલે 147 બોલનો સામનો કરીને 104 રન બનાવ્યા હતા

આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
....તો શું શુભનમ ગિલને સજા મળી હોત? બીજી ટેસ્ટ પહેલા મળી હતી ચેતવણી... 1 - image
Image:Twitter

IND vs ENG 2nd Test, Shubman Gill : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુવા ખેલાડી શુભમન ગિલે ગઇકાલે ઈંગ્લેન્ડ સામે તેના ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. તેણે 132 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ગિલે ટેસ્ટમાં 12 ઈનિંગ્સ પછી સદી ફટકારી હતી. છેલ્લી 12 ઈનિંગ્સમાં તે ફિફ્ટી પણ ફટકારી શક્યો ન હતો. આ સદી સાથે તે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગિલને આ મેચ પહેલા ટીમ મેનેજમેન્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો તે આ મેચમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેને કડક સજા મળશે. 

ગિલે ફટકાર્યા 11 ચોગ્ગા અને 2 છગ્ગા

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચનો ત્રીજો દિવસ શુભમન ગિલના નામે રહ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી. ગિલે 147 બોલમાં 104 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 2  છગ્ગા ફટકાર્યા હતા. આ મેચ પહેલા ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને ટીમમાંથી બહાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

ગિલને ગુજરાત અને પંજાબ વચ્ચેની રણજી ટ્રોફી મેચ રમવી પડત 

મળેલા અહેવાલો મુજબ આ મેચ પહેલા ગિલને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે તેના પ્રદર્શનમાં સુધારો કરવામાં સફળ નહીં થાય તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. આ ઉપરાંત 9 ફેબ્રુઆરીથી રણજી ટ્રોફીમાં શરૂ થનાર પંજાબ અને ગુજરાત વચ્ચેની મેચમાં તેને રમવું પડશે. ગિલે તેના પરિવારના એક સભ્યને કહ્યું હતું, “હું મોહાલી જઈને ગુજરાત સામે રણજી ટ્રોફી મેચ રમીશ.”

....તો શું શુભનમ ગિલને સજા મળી હોત? બીજી ટેસ્ટ પહેલા મળી હતી ચેતવણી... 2 - image


Google NewsGoogle News