પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 336/6: જયસ્વાલની ‘યશસ્વી’ ઈનિંગે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો

England સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે એક શર્મનાક રેકોર્ડ પણ ભારતના નામે

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 336/6: જયસ્વાલની ‘યશસ્વી’ ઈનિંગે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો 1 - image


નવી મુંબઇ,તા. 2 ફેબ્રુઆરી 2024, શુક્રવાર

India vs England, 2nd Test, Day 1: પ્રથમ ટેસ્ટની કારમી હારનો બદલો લેવા ઉતરેલ ભારતે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીના પ્રથમ દિવસે 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા છે. પ્રથમ દિવસે સ્ટમ્પ સમયે ઓપનર યશસ્વી જયસ્વાલ 257 બોલમાં 179 રન બનાવીને અણનમ રહ્યો હતો અને આર અશ્વિન 10 બોલમાં 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. 

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ટીમની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ આ પછી યશસ્વી જયસ્વાલે એક છેડો પકડી રાખ્યો અને ભારત પ્રથમ દિવસના અંતે ડ્રાઇવિંગ સીટ પર રહ્યું હતુ. ભારત તરફથી રોહિત શર્મા 14, શુભમન ગિલ 34, શ્રેયસ અય્યર 27, રજત પાટીદાર 32, અક્ષર પટેલ 27 અને કેએસ ભરત 17 રનની નાની-નાની ઇનિંગ રમવામાં જ સફળ રહ્યાં હતા. 

સામે પક્ષે ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ દિવસે શોએબ બશીર અને રેહાન અહેમદે 2-2 વિકેટ લીધી હતી જ્યારે ટોમ હાર્ટલી અને જેમ્સ એન્ડરસને એક-એક વિકેટ લીધી હતી. સ્ક્વોડ પર નજર કરીએ તો ભારતીય ટીમ આ મેચમાં ત્રણ ફેરફારો સાથે ઉતરી છે. કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત રજત પાટીદાર અને મુકેશ કુમાર પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પામ્યા છે. હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે.

જયસ્વાલની યશસ્વીઈનિંગ:

જોકે આ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો હિરો જયસ્વાલ જ રહ્યો હતો. યશસ્વીએ નામની જેમ જ યશ ફેલાવતા આજે 257 બોલમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 179 રનની શાનદાર સદી ફટકાર્યા બાદ પ્રથમ દિવસની રમતના અંત સુધી અણનમ રહ્યો હતો.

મેચના પ્રથમ દિવસના અંતે અણનમ રહેતા જયસ્વાલે અનેક કીર્તિમાન પોતાના નામે કર્યા છે. ટેસ્ટ મેચના એક જ દિવસમાં એક જ ઈનિંગમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં જયસ્વાને સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી કોઈ એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સહેવાગના નામે હતો, જેમણે 2004માં મુલતાનમાં પાકિસ્તાનની સામે ટેસ્ટના પ્રથમ દિવસમાં 228 રન ખડક્યા હતા.


પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 336/6: જયસ્વાલની ‘યશસ્વી’ ઈનિંગે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો 2 - image

પ્રથમ દિવસે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓ :

228 V Sehwag vs Pak Multan 2004
195 V Sehwag vs Aus Melbourne 2003
192 Wasim Jaffer vs Pak Kolkata 2007
190 S Dhawan vs SL Galle 2017
180 V Sehwag vs WI Gros Islet 2006
179 Yashasvi Jaiswal vs Eng Vizag 2024

આ સિવાય જયસ્વાલે મોહમ્મદ અઝહરુદ્દીના એક રેકોર્ડને પણ આજે તોડ્યો છે અને Little Master સુનિલ ગાવસ્કારના રેકોર્ડની સરખામણી કરી છે. ઈંગ્લેન્ડ સામે એક દિવસમાં સૌથી વધુ રન(179) બનાવવાનો રેકોર્ડ ગાવસ્કર અને જયસ્વાલ પાસે છે.

England સામે એક દિવસમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓ :

232 Karun Nair, Chennai 2016
179 Sunil Gavaskar, The Oval 1979
179 Yashasvi Jaiswal, Vizag 2024
175 Mohd Azharuddin, Manchester 1990

આ સિવાય ઈંગ્લેન્ડ સામે મેચના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેન તરફથી જયસ્વાલે આજે સર્વાધિક 179* રન ફટકાર્યા છે. આ અગાઉ આ રેકોર્ડ Budhi Kunderanના નામે ચેન્નાઈ ખાતે 170 રનનો હતો. 1964નો આ રેકોર્ડ આજે તૂટ્યો છે. બુધી ઈંગ્લેન્ડ સામેની એ મેચમાં 192 રન પર આઉટ થયા હતા.

એક શર્મનાક રેકોર્ડ ભારતના નામે :

અન્ય ખેલાડીઓના ફ્લોપશોએ વધુ એક ખરાબ રેકોર્ડ ભારતીય ટીમને નામે કર્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય ન બનેલો કિસ્સો આજે બન્યો હતો. ભારતીય ટીમની બેટિંગ દરમિયાન નંબર 3થી નંબર 6 સુધીના બેટ્સમેન 25થી 35 રનની અંદર આઉટ થઈ ગયા હતા. ટેસ્ટ મેચની એક ઇનિંગમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે 3થી 6 નંબરના બેટ્સમેન 25થી 35 રનની અંદર આઉટ થઈ જાય છે. 

પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 336/6: જયસ્વાલની ‘યશસ્વી’ ઈનિંગે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો 3 - image

ભારત તરફથી શુભમન ગિલ નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો અને 46 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 34 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ચોથા નંબર પર શ્રેયસ અય્યર આવ્યો, જેણે 59 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા. પાંચમા ક્રમે આવેલ ટેસ્ટ ડેબ્યૂ કરનાર રજત પાટીદારે 72 બોલમાં 3 ફોરની મદદથી 32 રનની ઇનિંગ રમી હતી. અક્ષર પટેલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 51 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમના નંબર 3થી નંબર 6 સુધીના બેટ્સમેનમાંથી કોઈ પણ એક 35 થી વધુ રનનો સ્કોર કરી શક્યો નહીં.


Google NewsGoogle News