IND vs ENG : બીજા દિવસની રમત પૂર્ણ, પહેલી ઈનિંગમાં ભારતનો સ્કોર 473/8
બીજા દિવસની પહેલી પારી પૂરી, અત્યાર સુધીમાં 255નો થયો વધારો
IND vs ENG 5th Test Day 2 Highlights: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ સિરીઝમાં પહેલાથી જ 3-1 થી આગળ છે. આવી સ્થિતિમાં આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ઉતરી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. અત્યારે ભારતનો પ્રથમ દાવ ચાલુ છે. આજે ટેસ્ટનો બીજો દિવસ હતો. જેમાં ટીમ ઇન્ડિયાએ 473/8 સ્કોર કર્યો છે.
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ભારતની પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર રમત રમતા સદી ફટકારી હતી. રોહિતે 154 બોલમાં સદી ફટકારી છે, જેમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગિલે પણ 137 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ખાસ વાત એ છે કે, આ ટેસ્ટ સીરિઝમાં બંને ખેલાડીઓની આ બીજી સદી હતી. રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 48મી સદી હતી. તેમાંથી રોહિતે ઓપનર તરીકે 43 સદી ફટકારી છે. રોહિત હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા નંબર પર આવી ગયો છે. રોહિતે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો, જેણે ઓપનર તરીકે 42 સદી ફટકારી હતી.
ભારતીય ટીમ પ્લેયર્સ
રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાહ, ધ્રુવ જુરેલ (wk), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, આકાશ દીપ
ઈંગ્લેન્ડ ટીમ પ્લેયર્સ
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (C), બેન ફોક્સ (wk), ટોમ હાર્ટલી, માર્ક વૂડ, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.