IND vs ENG: ભારતમાં 12 વર્ષ પછી વિદેશી ટીમે બનાવ્યા 300થી વધુ રન, ઓલી પોપે પણ બનાવ્યો મોટો રેકોર્ડ

ઇંગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસની રમતના અંતે 77 ઓવરમાં 6 વિકેટના નુકસાને 316 રન બનાવ્યા હતા

ઓલી પોપે 148 રનની શાનદાર ઇનિંગ રમી હતી

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
IND vs ENG: ભારતમાં 12 વર્ષ પછી વિદેશી ટીમે બનાવ્યા 300થી વધુ રન, ઓલી પોપે પણ બનાવ્યો મોટો રેકોર્ડ 1 - image
Image: Twitter

Ollie Pope Breaks 12 year Old Record : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમે શાનદાર વાપસી કરી છે. પ્રથમ ઇનિંગમાં 246 રને ઓલઆઉટ થનાર ટીમે બીજી ઇનિંગમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થતા 77 ઓવરમાં 6 વિકેટના નુકસાને 316 રન બનાવ્યા હતા. તેની પાસે 126 રનની લીડ હતી. આનો શ્રેય વાઇસ-કેપ્ટન ઓલી પોપને જાય છે. હાલ તે 177 રન બનાવીને ક્રિઝ પર છે.

ઓલી પોપે તોડ્યો 12 વર્ષ જૂનો રેકોર્ડ

ઇંગ્લેન્ડ ટીમના શાનદાર પ્રદર્શનથી 12 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. વર્ષ 2012 પછી કોઈ વિદેશી ટીમે ભારતમાં બીજી ઇનિંગમાં 300થી વધુ રન બનાવ્યા છે. ઓલી પોપ 177 રન બનાવીને ક્રિઝ પર છે. આ ભારતમાં 2012 પછી બીજી ઇનિંગમાં કોઈ વિદેશી બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકે 12 વર્ષ પહેલા અમદાવાદમાં 176 રનની ઇનિંગ રમી હતી. ઓલી પોપે હવે તેની આ શાનદાર ઇનિંગ દ્વારા કુકને પાછળ છોડી દીધો છે.

ઇંગ્લેન્ડ સામે ગુમાવી હતી સીરિઝ

ભારતે વર્ષ 2012માં તે સીરિઝ ગુમાવી હતી. ત્યારપછી ઘરઆંગણે એકપણ ટેસ્ટ સીરિઝ હારી નથી. તાજેતરમાં ભારતમાં બીજી ઈનિંગમાં 300થી વધુ રન બનાવનાર વિદેશી ટીમોની વાત કરીએ તો ઈંગ્લેન્ડે વર્ષ 2012માં નાગપુરમાં 4 વિકેટે 352 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી.

ઘરઆંગણે ભારતની સફળતામાં સ્પિનરોની મહત્વની ભૂમિકા

વર્ષ 2012માં ઈંગ્લેન્ડે અમદાવાદમાં 406 રન બનાવ્યા હતા. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2011માં કોલકાતામાં 463 રન બનાવ્યા હતા. વર્ષ 2010માં ન્યૂઝીલેન્ડે હૈદરાબાદમાં 8 વિકેટે 448 રન પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. ઘરઆંગણે ભારતની સફળતામાં સ્પિનરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઈંગ્લેન્ડે ત્રણ ભારતીય સ્પિનરો રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સામે આક્રમક રણનીતિ અપનાવી છે.

IND vs ENG: ભારતમાં 12 વર્ષ પછી વિદેશી ટીમે બનાવ્યા 300થી વધુ રન, ઓલી પોપે પણ બનાવ્યો મોટો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News