Get The App

સ્ટાર ક્રિકેટર ઈશાનની ટીમમાં વાપસી હવે અતિ મુશ્કેલ! આ એક ભૂલ પડી ભારે

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
સ્ટાર ક્રિકેટર ઈશાનની ટીમમાં વાપસી હવે અતિ મુશ્કેલ! આ એક ભૂલ પડી ભારે 1 - image


IND vs BAN:  બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. વિકેટકીપર બેટર ઈશાન કિશનને ફરી નિરાશા મળી હતી, કારણે કે, ટીમમાં તેને સ્થાન નથી મળ્યું. ઈશાને તેની છેલ્લી મેચ નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

આ પણ વાંચો : IND vs AUS Test: બિહારના લાલે મચાવી ધૂમ... 13 વર્ષની ઉંમરે સૌથી ઝડપી સદી ફટકારી સર્જ્યો અનોખો રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈશાન નીકળી ગયો હતો

જે બાદ ઈશાન માનસિક થાકનું કારણ આપી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વચ્ચેથી હટી ગયો હતો.  એ પછી ટીમ ઈન્ડિયાએ જ્યારે અફઘાનિસ્તાન સામે ટી-20 સીરીઝ રમી, ત્યારે ઈશાન કિશનને તેમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેમજ એ દરમિયાન તેણે સ્થાનિક ક્રિકેટ રમવામાં પણ કોઈ રસ નહોતો દાખવ્યો.

ઈશાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો

ત્યાર બાદ ઈશાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તે પછી ઈશાન કિશન ટીમ ઈન્ડિયાથી દૂર રહ્યો છે. ઈશાન હાલમાં જ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી છે. બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઈશાને મધ્યપ્રદેશ સામેની મેચમાં ઝારખંડ તરફથી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા-સી માટે સદી ફટકારી હતી.

આ પણ વાંચો : કૅપ્ટન રોહિતે કહ્યું હતું કે વિકેટ પડે તેની ચિંતા ના કરતાં: ટેસ્ટ મેચમાં T-20 જેવી બેટિંગ પર બોલ્યો K L રાહુલ

ઈશાન માટે એવી આશા હતી કે, બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ દ્વારા ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે, પરંતુ તેની જગ્યાએ જીતેશ શર્માની પસંદગી કરવામાં આવી હતી.

તો, ઈરાની અને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે

હવે ઈશાન પાસે ઈરાની ટ્રોફી અને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને જવાબ આપવાની તક છે. ઈશાનના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે 2 ટેસ્ટમાં 78 રન, 27 ODIમાં 933 રન અને 32 T20 મેચમાં 796 રન બનાવ્યા છે. 



Google NewsGoogle News