World Cup 2023 : વિરાટે વર્લ્ડ કપમાં 8 વર્ષ બાદ ફટકારી સદી, અનેક રેકોર્ડ સર્જ્યા, ભારતની ચોથી જીત

વિરાટે સદી ફટકારતા જ ભારતીય બેટ્સમેન શિખર ધવનની બરાબરી કરી હતી

વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં ત્રીજી વખત 50થી વધુ રન બનાવ્યા

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : વિરાટે વર્લ્ડ કપમાં 8 વર્ષ બાદ ફટકારી સદી, અનેક રેકોર્ડ સર્જ્યા, ભારતની ચોથી જીત 1 - image


Virat Kohli Record Break Century : ગઈકાલે પૂણેમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય (India defeated Bangladesh) આપીને વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli)એ શાનદાર સદી (brilliant century) ફટકારી હતી અને અનેક રેકોર્ડ સર્જ્યા હતા. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 41.3 ઓવરમાં જ 3 વિકેટે 261 રન બનાવીને વિજય મેળવ્યો હતો. 

વર્લ્ડ કપમાં ટાર્ગેટ ચેઝ કરતા વિરાટની પ્રથમ સદી

ગઈકાલે પૂણેના MCA સ્ટેડિયમ (MCA Stadium)માં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમતા અણનમ 97 બોલમાં 103 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગ દરમિયાન છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન કોહલીની સ્ટ્રાઈક રેટ (strike rate) 106.19નો હતો. વિરાટે ટાર્ગેટનો ચેઝ કરતા વર્લ્ડ કપમાં પ્રથમ વખત સદી ફટકારી છે. 

કોહલીની વનડેમાં 48મી સદી

વિરાટ કોહલીએ ગઈકાલે સદી ફટકારતા વનડેમાં સદીની સંખ્યા 48 ( 48 in ODIs century) પર પહોંચી હતી. આ સાથે જ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (international cricket)માં 78મી સદી હતી. વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના નામે છે તેણે વનડેમાં 49 સદી ફટકારી છે. હવે કોહલી સચિનના રેકોર્ડની બરાબરી કરવા એક સદીની જરુર છે અને રેકોર્ડ તોડવા માટે બે સદી દૂર છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં આઠ વર્ષ બાદ ટૂર્નામેન્ટમાં સદી ફટકારી હતી. વિરાટે છેલ્લે 2015માં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. આ ઉપરાતં કોહલીએ વનડે વર્લ્ડ કપના ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી.

કોહલીએ ધવનની બરાબરી કરી

વિરાટે સદી ફટકારતા જ ભારતીય બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan)ની બરાબરી કરી હતી. ભારત માટે વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં તે ધવન સાથે સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ મામલે રોહિત શર્મા સાત સદી સાથે ટોચ પર છે. સચિન તેંડુલકરના નામે 6 અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના નામે ચાર સદી છે. ધવન અને કોહલી ત્રણ-ત્રણ સદી સાથે ચોથા સ્થાને છે.

કોહલીએ પુણેમાં 500 રન પૂરા કર્યા

વિરાટ કોહલીએ ગઈકાલે પૂણેમાં 500 રન (completed 500 runs) પૂરા કર્યા. આ પહેલા કોહલીએ વિશાખાપટ્ટનમ(Visakhapatnam)માં 587 રન કર્યા છે. ભારત ભારતના એક મેદન પર સૌથી વધુ રન બનાવવાના મામલે તે પહેલા સ્થાન (first position) પર છે. સચિને બેંગ્લુરુ (Bangalore)માં 534 અને ગ્વાલિયર (Gwalior)માં 529 રન કર્યા છે.

કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26 હજાર રન પૂરા

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં 77 રન બનાવતા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26 હજાર (26 thousand runs in international cricket) રન પૂરા કર્યા હતા. આ સાથે જ તે સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, સંગાકરાની ક્લબમાં સામેલ થયો હતો. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રી ક્રિકેટમાં 511 મેચની 567 ઇનિંગ્સમાં 26,026 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 78 સદી અને 134 ફિફ્ટી ફટકારી છે. આ સાથે કોહલીએ તેના કરિયરમાં 7 બેવડી સદી (double hundred) પણ ફટકારી છે. 

કોહલીએ વર્લ્ડ કપ 2023માં ત્રીજી વખત 50 પ્લસ રન કર્યા

વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં ત્રીજી વખત 50થી વધુ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 85 રનની ઇનિંગ રમી હતી. જે બાદ તેણે અફઘાનિસ્તાન સામે અણનમ 55 રન બનાવ્યા હતા. તે પાકિસ્તાન સામે માત્ર 16 રન બનાવી શક્યો હતો. ગઈકાલે બાંગ્લાદેશ સામે અણનમ 103 રનની ઈનિંગ રમી હતી.

World Cup 2023 : વિરાટે વર્લ્ડ કપમાં 8 વર્ષ બાદ ફટકારી સદી, અનેક રેકોર્ડ સર્જ્યા, ભારતની ચોથી જીત 2 - image


Google NewsGoogle News