Get The App

634 દિવસ બાદ ઋષભ પંતનું કમબેક, આવતા જ રચ્યો ઈતિહાસ: ધોની બાદ આવી કમાલ કરનાર બીજો ભારતીય

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
Rishabh Pant



IND vs BAN Test Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ બે ટેસ્ટ મેચની સીરિઝ રમાઇ રહી છે. ચેન્નાઈમાં આ સીરિઝના પ્રથમ મુકાબલામાં ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં કમબેક કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2022માં એક માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ પંત લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો અને ત્યારબાદ તેણે T20 વર્લ્ડ કપ 2024થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. પરંતુ, T20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન કંઇક ખાસ નહોતું. જો કે, 634 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં કમબેક કરી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા છે અને મહેન્દ્ર સિંહ ધોની બાદ આટલા રન ફટકારનાર બીજો ભારતીય વિકેટ કિપર બેટર બન્યો છે.

19 રન બનાવી રેકોર્ડ બનાવ્યો

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ ઓવરથી જ શાનદાર બોલિંગ કરી હતી, જેના પરિણામે ભારતે 10 ઓવરમાં માત્ર 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 6 રને અને શુભમન ગિલ શૂન્ય પર આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલી 6 રને આઉટ થયો હતો. આ ત્રણેય વિકેટ હસન મહેમૂદે ઝડપી હતી. જે પછી રિષભ પંત મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો અને 19 રન બનાવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 4000 રન પૂરા કર્યા હતા.

આ પણ વાંચોઃ IND vs BAN: ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન અને ધોનીની સદીની સંખ્યા સરખી! બાંગ્લાદેશ સામે આબરૂ બચાવી

ધોનીની ક્લબમાં જોડાયો

હકિકતમાં, આ મેચમાં 19 બનાવતાની સાથે જ ઋષભ પંતે રેકોર્ડ બનાવ્યો હતો.  મહેન્દ્ર સિંહ ધોની બાદ આવું કરનાર તે માત્ર બીજો ભારતીય વિકેટકીપર બેટર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટકીપર-બેટર તરીકે ધોનીના નામે 17092 રન છે. ધોની પછી પંત હવે 4000 કે રન બનાવી આ ક્લબમાં પ્રવેશી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ સચિન, વિરાટ કોહલી કે ડોન બ્રેડમેને નહીં, પરંતુ આ તોફાની બેટરે ફટકારી છે 199 સદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટકીપર

મહેન્દ્ર સિંહ ધોની- 17092

ઋષભ પંત- 4003

સૈયદ કિરમાણી- 3132

ફારૂક એન્જિનિયર- 2725

નયન મોંગિયા- 2714

રાહુલ દ્રવિડ - 2300


Google NewsGoogle News