IND vs BAN: એક હજાર દિવસ બાદ આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં વાપસી, ચહલ માટે બનશે ખતરો!
IND Vs BAN, T20I : 6 ઓક્ટોબરથી બાંગ્લાદેશ સામે શરૂ થનારી T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં તાજેતરની IPLમાં સારૂ પ્રદર્શન કરનાર તમામ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ચાલો ભારતીય ટીમની પસંદગી વિશેની ત્રણ મોટી બાબતો પર એક નજર કરીએ...
વરુણ ચક્રવર્તીની ત્રણ વર્ષ બાદ વાપસી
આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા સ્પિનર વરુણ ચક્રવર્તીને 1,058 દિવસ બાદ ટીમમાં પરત બોલાવવામાં આવ્યો છે. પંડ્યા અને શિવમ દુબે બાદ બેકઅપ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને પણ તક આપવામાં આવી છે, જે ઈજાના કારણે તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. ઝિમ્બાબ્વે અને શ્રીલંકાના તાજેતરના પ્રવાસ દરમિયાન ચક્રવર્તીએ 14 મેચોમાં 21 વિકેટ લેવા છતાં પણ નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. સ્પિનર તરીકે વરુણ
ત્રણ સ્પિનરોનો સમાવેશ
આ ટીમમાં ત્રણ સ્પિનરો રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તીને તક આપવામાં આવી છે. પરંતુ અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું તેમાં સામેલ નથી. T20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ચહલ T20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમનો પણ ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન છતાં તેની પસંદગી ન કરવી એ સ્પષ્ટપણે દર્શાવે છે કે મેનેજમેન્ટે તેની બહાર જોવાનું શરૂ કર્યું છે. સ્પિનર તરીકે વરુણ ચહલ માટે ખતરો બની શકે છે, અમે તેનું સ્થાન લઇ શકે છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત મયંકને ટીમનો સમાવેશ કરવામાં આવ્યો તે છે. તે IPL મેચોમાં 150 kmph થી વધુની ઝડપી બોલિંગ કરી ચૂક્યો છે. તેના પ્રદર્શનને લઈને તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ ઘણી વાર મળ્યો છે. IPLની મધ્યમાં તેને સ્વાસ્થ્યના કારણેસર બહાર કરવામાં આવ્યો હતો.
3-3-3નું કોમ્બિનેશન
ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરો રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુંદર બેટિંગ પણ સારી કરી લે છે. ઝડપી બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવને સોપાઈ છે. હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને નીતિશ કુમાર રેડ્ડી શાનદાર બેટિંગ સાથે મધ્યમ ગતિની બોલિંગ પણ કરે છે. સંજુ સેમસન પછી બીજા વિકેટકીપર તરીકે જીતેશ શર્માને સામેલ કરાયો છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ગ્વાલિયર (6 ઓક્ટોબર), નવી દિલ્હી (9 ઓક્ટોબર) અને હૈદરાબાદ (12 ઓક્ટોબર) ખાતે 3 T20 મેચ રમશે.