Get The App

ફરી છવાયો ટીમ ઈન્ડિયાનો પ્રિન્સ, શુભમન ગિલે સદી ફટકારી બનાવ્યો મહારેકૉર્ડ, સચિન-કોહલીના આ ક્લબમાં એન્ટ્રી

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ફરી છવાયો ટીમ ઈન્ડિયાનો પ્રિન્સ, શુભમન ગિલે સદી ફટકારી બનાવ્યો મહારેકૉર્ડ, સચિન-કોહલીના આ ક્લબમાં એન્ટ્રી 1 - image


Image Source: X

Shubman Gill Test Century: બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્યાના 'પ્રિન્સ' શુભમન ગિલે મોટું કારનામું કર્યું છે. ગિલે બાંગ્લાદેશ સામે પોતાની 5મીં ટેસ્ટ સદી ફટકારીને 119 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના દમ પર ભારતે બાંગ્લાદેશને જીત માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી પહોંચાડવામાં શુભમન ગિલની સાથે ઋષભ પંતે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પંતે પણ 109 રનની શાનવદાર ઈનિંગ રમી હતી. એક સમયે જ્યારે ભારતે 67ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ગિલ અને પંતે ચોથી વિકેટ માટે 167 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. શુભમન ગિલની આ ટેસ્ટ ક્રિકેટમાં બેક ટુ બેક સદી છે. આ પહેલા ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીરીઝની છેલ્લી ટેસ્ટમાં તેણે સદી ફટકારી હતી. ગિલે પોતાની આ ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાનો આંકડો પણ પાર કરી લીધો છે. 

શુભમન ગિલની વર્ષ 2024માં આ ત્રીજી ટેસ્ટ સદી છે. તે આ વર્ષે ક્રિકેટમાં સૌથી લાંબા ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ આ વર્ષે 2-2 ટેસ્ટ સદી ફટકારી છે. 

2024માં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી-

3- શુભમન ગિલ

2- યશસ્વી જયસ્વાલ

2- રોહિત શર્મા

આ સાથે જ ગિલે વર્ષ 2022થી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બાબર આઝમને પાછળ છોડી દીધો છે. ગિલની 2022થી આ 12મી સદી છે. બીજી તરફ બાબર 11 સદી સાથે બીજા નંબર પર છે.

2022થી ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી-

12- શુભમન ગિલ

11- બાબર આઝમ

11- જો રૂટ

10- વિરાટ કોહલી

9- ટ્રેવિસ હેડ

9- ડેરિલ મિશેલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શુભમન ગિલની આ 5મી સદી છે, તે WTCમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો છે. આ લિસ્ટમાં રોહિત શર્મા ટોપ પર છે.

WTCમાં ભારત માટે સૌથી વધુ સદી-

9- રોહિત શર્મા

5- શુભમન ગિલ

4- ઋષભ પંત

4- મયંક અગ્રવાલ

4- વિરાટ કોહલી 

3- યશસ્વી જયસ્વાલ

3- કેએલ રાહુલ

3- અજિંક્ય રહાણે

3- રવીન્દ્ર જાડેજા

બીજી તરફ વર્તમાન WTS ચક્રમાં ગિલની આ ત્રીજી સદી છે, આ ઉપરાંત રોહિત અને યશસ્વીએ પણ આ ચક્રમાં 3-3 સદી ફટકારી છે.

ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયા બાદ શુભમન ગિલે આ સદી ફટકારી છે. આ સાથે જ તેણે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. છેલ્લા 50 વર્ષમાં ઘરઆંગણે ભારત માટે પ્રથમ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયા બાદ બીજી ઈનિંગમાંસદી ફટકારનાર ગિલ ત્રીજો ખેલાડી બની ગયો છે.

ભારત માટે ઘરેલું ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં શૂન્ય અને બીજી ઈનિંગમાં સદી (છેલ્લા 50 વર્ષમાં)-

0, 136- સચિન તેંડુલકર પાકિસ્તાન સામે, ચેન્નાઈ (1999)

0, 104- વિરાટ કોહલી શ્રીલંકા સામે, કોલકાતા (2017)

0, 119 - શુભમન ગિલ બાંગ્લાદેશ સામે, ચેન્નાઈ (2024)


Google NewsGoogle News