IND Vs BAN: એક વિકેટ લેતા જ બે રેકૉર્ડ બનાવશે રવિન્દ્ર જાડેજા, અશ્વિન પાસે પણ પાંચ રેકૉર્ડ બનાવવાનો મોકો
IND Vs BAN : રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં 99 વિકેટ ઝડપી છે. એક વિકેટ લેતાની સાથે જ તેની ચોથી ઇનિંગમાં 100 વિકેટ થઈ જશે. અત્યાર સુધી કોઈ ભારતીય આ સિદ્ધિ હાંસલ કરી શક્યું નથી. જેમાં અશ્વિન આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય હશે. અત્યાર સુધી વિશ્વના 5 બોલરોએ ચોથી ઇનિંગ્સમાં 100 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ યાદીમાં શેન વોર્ન 138 વિકેટ સાથે નંબર વન પર છે. જ્યારે લિયો નાથન, રંગના હેરાથ, મુથૈયા મુરલીધરન, ગ્લેન મેકગ્રાએ પણ ચોથી ઇનિંગમાં 100થી વધુ વિકેટ ઝડપી છે.
કાનપુરમાં 3 વિકેટ લેતા જ અશ્વિન ઝહીર ખાનને પાછળ છોડી દેશે
કાનપુર ટેસ્ટ દરમિયાન રવિચંદ્રન અશ્વિન બાંગ્લાદેશ સામે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બની શકે છે. ઝહીર ખાને બાંગ્લાદેશ સામે 31 વિકેટ લીધી હોવાથી હાલમાં આ રેકોર્ડ તેના નામે છે. જો કે, કાનપુરમાં 3 વિકેટ લેતા જ અશ્વિન ઝહીર ખાનને પાછળ છોડી દેશે.
આ પણ વાંચો : IND vs AUS : ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાના સૂપડાં સાફ કર્યા, તૂટ્યો 30 વર્ષ જૂનો રેકૉર્ડ
WTCમાં સૌથી વધુ વિકેટો લિયો નાથન ધરાવે છે
અશ્વિન કાનપુર ટેસ્ટ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 (WTC)માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે છે. હાલમાં આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડના નામે છે. હેઝલવુડે WTC 2023-25 માં 52 વિકેટ લીધી છે. તેવામાં કાનપુરમાં 4 વિકેટ લેતા જ અશ્વિન ઝહીર ખાનને પાછળ છોડી દેશે. WTCમાં એકંદરે સૌથી વધુ વિકેટો લિયો નાથન ધરાવે છે. જો અશ્વિન કાનપુરમાં 8 વિકેટ લેશે તો તે નાથનને પાછળ છોડી દેશે.
મુરલીધરનના નામે વર્લ્ડ રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં ઇનિંગ્સમાં સૌથી વધુ 5 વિકેટ લેવાના મામલે અશ્વિન હાલમાં શેન વોર્ન સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. જો ભારતીય ઓફ સ્પિનર કાનપુરમાં એક ઇનિંગમાં 5 વિકેટ લેશે તો તે શેન વોર્નને પાછળ છોડી દેશે. મુરલીધરનના નામે વર્લ્ડ રેકોર્ડ છે. જ્યારે ઓફ સ્પિનર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નાથનને પણ પાછળ છોડી શકે છે. જેમાં અશ્વિનના નામે ટેસ્ટ મેચોમાં 522 વિકેટ છે. નાથને 530 વિકેટ લીધી છે. નાથનને પાછળ છોડવા માટે અશ્વિનને 9 વિકેટની આવશ્યક્તા છે.
આ પણ વાંચો : IPL 2025 પહેલા MS ધોનીને લઈને મોટા સમાચાર, ચાહકોને લાગી શકે છે ઝટકો
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચમાં 299 વિકેટ લીધી
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચમાં 299 વિકેટ લીધી છે. એક વિકેટ લઈને જાડેજા 300 વિકેટ લેનાર અને 3000 રન બનાવનાર 11મો ઓલરાઉન્ડર બની જશે. ભારતીય ખેલાડીઓમાં આ યાદીમાં માત્ર કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે.