Get The App

રોહિત-કોહલીને બાંગ્લાદેશી સ્ટારે આપી ગિફ્ટ, કહ્યું - 'આ મારું સપનું હતું, હવે હું ખુશ છું..'

Updated: Oct 3rd, 2024


Google News
Google News
Rohit Sharma

Image: Instagram 


Miraz Gifted A Bat to Rohit and Virat: ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં જ બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ જીતી હતી હતી. ત્યારબાદ રોહિત બ્રિગેડ બાંગ્લાદેશ વિરૂદ્ધની બે મેચની ટેસ્ટ સિરિઝ જીતવામાં પણ સફળ રહી હતી. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે રોહિત શર્માને બંને ઈનિંગમાં આઉટ કરી દીધા હતા. હવે મેચ પૂર્ણ થયા બાદ મેહદી હસને રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક ખાસ બેટ ગિફ્ટ કર્યું છે.

રોહિત અને કોહલીને આપ્યું ખાસ બેટ

મેહદી હસન મિરાજે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ખાસ બેટ ગિફ્ટ કર્યું છે. રોહિત શર્માને બેટ આપતાં મેહદીએ જણાવ્યું કે, ‘હું રોહિત ભાઈની સાથે છું અને મે તેમને મારી કંપનીનું એક બેટ ગિફ્ટ કર્યું છે. આ મારૂ સપનું હતું અને હવે હું ખૂબ ખુશ છું’

આ પણ વાંચોઃ VIDEO : પાકિસ્તાનના આ ખેલાડીએ તો ફિલ્મોમાં કામ કરવું જોઈએ, મેદાનમાં કર્યુ હતું ઈજાનું નાટક, પોતે પણ સ્વીકાર્યુ



રોહિતે મેહદીને શુભકામનાઓ આપી

રોહિત શર્માએ મેહદી પાસેથી ગિફ્ટ મેળવ્યા બાદ તેની નવી શરૂઆત માટે શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, ‘હું લાંબા સમયથી મેહદીને ઓળખુ છું, તે ખૂબ સારો ક્રિકેટર છે અને મને ગર્વ છે કે, તેણે પોતાનો બેટનો બિઝનેસ શરૂ કર્યો છે. હું શુભકામનાઓ પાઠવુ છું કે, તેની કંપની ખૂબ સફળતા મેળવે.’ 


કોહલીએ શું કહ્યું?

મેહદી હસને જ્યારે વિરાટ કોહલીને બેટ ગિફ્ટ કર્યું તો કોહલીએ બાંગ્લા ભાષામાં કહ્યું કે, ‘એમકેએસ બેટ ખૂબ ભાલો અચી’ બાદમાં બંને હસવા લાગ્યા અને ‘આ ખૂબ સારૂ બેટ છે અને તમને શુભકામનાઓ, તમે ખૂબ સારી ક્વોલિટીનું બેટ બનાવ્યું છે અને તમામ ક્રિકેટર્સ માટે બનાવતો રહો.’


Tags :
Sports-NewsVirat-KohliRohit-Sharma

Google News
Google News