Get The App

IND vs BAN: કાનપુરમાં ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય! માત્ર દોઢ દિવસની રમતમાં લાવી દીધું પરિણામ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
IND vs BAN: કાનપુરમાં ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય! માત્ર દોઢ દિવસની રમતમાં લાવી દીધું પરિણામ 1 - image


KANPUR TEST: ભારતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. ભારતે અગાઉ ચેન્નાઈ અને હવે કાનપુર ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. ભારતના ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે બંને ઇનિંગમાં અર્ધી સદી ફટકારી હતી. 

ભારતે કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં માત્ર 1.5 દિવસની રમત બાદ પરિણામ લાવીને ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ભારતે આ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50,100,150,200 અને 250 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચના પ્રથમ દિવસે વરસાદના કારણે થોડી જ રમત શક્ય બની હતી. ત્યાર બાદ બીજો અને ત્રીજો દિવસ ધોવાઈ ગયો હતો. ચોથા દિવસે ભારતે બાંગ્લાદેશને 233 રને ઓલઆઉટ કર્યું હતું.

ભારતે બેટિંગમાં આવીને તોફાની બેટિંગ કરતાં 285 રન બનાવ્યા હતા. જેમાં યશસ્વી જયસ્વાલ અને લોકશ રાહુલે ફિફ્ટી ફટકારી હતી. ત્યાર બાદ ભારતે ચોથા દિવસની રમતમાં જ બાંગ્લાદેશની વધુ બે વિકેટ પાડી દીધી હતી. આખરી પાંચમા દિવસે ભારતે સવારના સેશનમાં અશ્વિન, બુમરાહ અને જાડેજાની જોરદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશને બીજી ઇનિંગમાં 146 રને ઓલઆઉટ કરી દીધું હતું. આ ત્રણેય બોલર્સે 3-3 વિકેટ ઝડપી હતી અને આકાશદિપે એક વિકેટ ઝડપી હતી. 

છેલ્લી ઇનિંગમાં બેટિંગમાં આવેલી ભારતીય ક્રિકેટ ટીમને 95 રન કરવાના હતા. જેમાં યશસ્વી જયસ્વાલે ફરીથી ફિફ્ટી ફટકારી હતી. વિરાટ કોહલી 28 રને નોટ આઉટ રહ્યો હતો.

ઘરઆંગણે સતત 18મી શ્રેણીમાં જીત

ભારતે ઘરઆંગણે સતત 18મી ટેસ્ટ શ્રેણી જીતી છે. 


Google NewsGoogle News