World Cup 2023 : ભારતીય ટીમ માટે માઠા સમાચાર, ઈજાના કારણે હાર્દિક પંડ્યા મેદાનની બહાર, BCCIએ આપ્યું અપડેટ

હાર્દિકના ઈજાગ્રસ્ત થવા બાદ વિરાટ કોહલીએ તેની ઓવર પૂરી કરી હતી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારતીય ટીમ માટે માઠા સમાચાર, ઈજાના કારણે હાર્દિક પંડ્યા મેદાનની બહાર, BCCIએ આપ્યું અપડેટ 1 - image
Image:File photo

IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI World Cup 2023ની 17મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન ભારત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન ભારતીય ટીમ(Hardik Pandya suffers injury scare against Bangladesh)ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાની સૂચના BCCIએ તેના ઓફિસિયલ ટ્વિટર અકાઉન્ટ પર આપી છે.

ચોગ્ગો રોકવાના પ્રયાસમાં હાર્દિકને થઇ ઈજા

ભારત સામે બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યા 9મી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ચોગ્ગાને રોકવાના પ્રયાસમાં પંડ્યાને ઈજા થઇ હતી. પંડ્યાને ઈજા થયા બાદ તરત જ ફિઝિયો મેદાન પર આવ્યા અને તેની ટ્રીટમેન્ટ કરવા લાગ્યા હતા. જો કે ફિઝિયોની સારવાર બાદ હાર્દિક બોલને પકડીને બોલિંગ કરવા માંગતો હતો, પરંતુ તે બોલિંગ કરી શક્યો ન હતો, જેના કારણે તેણે બોલિંગ છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું.

વિરાટે હાર્દિકની ઓવર કરી પૂરી

હાર્દિકના ઈજાગ્રસ્ત થવા બાદ વિરાટ કોહલીએ તેની ઓવર પૂરી કરી હતી. જો કે હાર્દિકની ઈજા કેટલી ગંભીર છે તેની હજુ સુધી પુષ્ટી થઈ નથી. હાર્દિક જ્યારે ઈજાગ્રસ્ત થયો ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે જોવાનું એ રહેશે કે તે આજની મેચમાં રમશે કે નહીં. જો ઈજા વધારે ગંભીર હશે તો ભારતીય ટીમ માટે આ ચિંતાનો વિષય રહેશે.

World Cup 2023 : ભારતીય ટીમ માટે માઠા સમાચાર, ઈજાના કારણે હાર્દિક પંડ્યા મેદાનની બહાર, BCCIએ આપ્યું અપડેટ 2 - image


Google NewsGoogle News