Get The App

IND vs BAN: દશેરા પર ભારતીય ટીમના ધૂમ-ધડાકા, બાંગ્લાદેશને 133 રનથી હરાવી સીરિઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
IND vs BAN: દશેરા પર ભારતીય ટીમના ધૂમ-ધડાકા, બાંગ્લાદેશને 133 રનથી હરાવી સીરિઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું 1 - image



IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે (12 ઑક્ટોબર) T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી. ભારતે આ મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવી ભવ્ય જીત મેળવી છે. આ સાથે ભારતે આ સીરિઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 297 રન ફટકાર્યા હતા. જેની સામે 298 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 164 રન ફટકાર્યા હતા. આ સાથે ભારતે પોતાના ઘરમાં સતત સાતમી સીરિઝમાં જીત મેળવી લીધી છે. 

ભારતીય ટીમનું તાબડતોડ પ્રદર્શન

ભારતીય ટીમ તરફથી તાબડતોડ પ્રદર્શન કરતા સંજૂ સેમસને 47 બોલમાં 111 રન ફટકાર્યા હતા, જ્યારે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 75 રન બનાવ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓએ બીજા વિકેટ માટે 173 રનની વિશાળ પાર્ટનરશિપ કરી હતી. આ ઉપરાંત રિયાન પરાગે 13 બોલમાં 34 રન અને હાર્દિક પંડ્યાએ 18 બોલમાં 47 રન ફટકારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ પણ તેમની કમાલ બતાવી હતી. મયંક યાદવે 2 વિકેટ અને રવી બિશ્નોઈએ 3 વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ 6,6,6,6,6.... દશેરા પર સેમસનના ધૂમ-ધડાકા, 47 બોલમાં 111 રન, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

ભારતે અનેક રૅકોર્ડ તોડ્યા

ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતાં અનેક રૅકોર્ડ તોડ્યા હતા. ભારતે 297 રન બનાવી આંતરરાષ્ટ્રીય T20I મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ ઉપરાંત  T20Iમાં 82/1 પર બેસ્ટ પાવરપ્લે સ્કોર, સૌથી ઓછા બોલમાં 100 રનનો સ્કોર-7.1 ઓવર, સૌથી ઓછા બોલમાં 200 રનનો સ્કોર-14 ઓવર, પ્રથમ 10 ઓવરમાં બેસ્ટ સ્કોર-152/1, એક ઇનિંગમાં સૌથી વધારે છગ્ગા-22, એક ઇનિંગમાં સૌથી વધુ બાઉન્ડ્રી- 47 સહિત ઘણાં રૅકોર્ડ તોડ્યા હતા. 

IND vs BAN: દશેરા પર ભારતીય ટીમના ધૂમ-ધડાકા, બાંગ્લાદેશને 133 રનથી હરાવી સીરિઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું 2 - image


Google NewsGoogle News