Get The App

અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વિનિંગ રેકોર્ડ્સ ફાઈનલમાં વધારશે ભારતની ચિંતા, જાણો રેકોર્ડ્સ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

જ્યાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયા કરતા સારો રહ્યો છે

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વિનિંગ રેકોર્ડ્સ ફાઈનલમાં વધારશે ભારતની ચિંતા, જાણો રેકોર્ડ્સ 1 - image


Narendra Modi Stadium: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ સ્ટેડિયમમાં પહેલા પણ બંને ટીમ મેચ રમી ચુકી છે. જેમાં ટીમ ઈન્ડિયાનો આ સ્ટેડિયમમાં સામાન્ય રેકોર્ડ રહ્યો છે જયારે ઓસ્ટ્રેલિયન ટીમે અહી શાનદાર પ્રદર્શન કર્યું છે. 

ઓસ્ટ્રેલિયા આ સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન 

1984 થી 2023 સુધીમાં ભારતીય ટીમે અહી 19 મેચ રમ્યા છે. જેમાંથી ભારતને 11 મેચમાં જીત અને 8 મેચમાં હાર મળી હતી. એટલે એવું કહી શકાય કે ડોમેસ્ટિક સ્ટેડિયમ પ્રમાણે અહીં ભારતીય ટીમનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. જયારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ આ સ્ટેડિયમ પર અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને 4માં જીત અને 2 માં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે આ સ્ટેડિયમમાં કાંગારુઓની ટીમ ઈન્ડિયા કરતા સારી છે.

ભારત - ઓસ્ટ્રેલિયા અમદાવાદમાં ત્રણવાર ટકરાયું 

અમદાવાદના આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રણવાર આમને-સામને આવ્યું છે. જેમાં ઓકટોબર 1984માં પહેલી વાર બંને ટીમ સામે સામે હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ આ મેચ એકતરફી રીતે 7 વિકેટે જીતી લીધી હતી. માત્ર બે વર્ષ બાદ અહીં ફરી બંને ટીમો ટકરાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો 52 રને વિજય થયો હતો. આ મેદાન પર બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ માર્ચ 2011માં રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમ 5 વિકેટે જીતી હતી. એટલે કે અમદાવાદના આ મેદાન પર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર હેડ ટુ હેડ મેચોમાં પ્રભુત્વ જમાવ્યું છે.

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પહેલા ઓળખાતું સરદાર પટેલના નામથી 

અમદાવાદના મોટેરામાં આવેલું આ મેદાન અગાઉ લોખંડી પુરુષ સરદાર પટેલના નામે જાણીતુ હતું. તેને સરદાર પટેલ સ્ટેડિયમ અથવા મોટેરા સ્ટેડિયમ કહેવામાં આવતું હતું. વર્ષ 1984માં અહીં પહેલીવાર વન ડે ઈન્ટરનેશનલ રમાઈ હતી. તાજેતરના વર્ષોમાં, દર્શકોની ક્ષમતા વધારવાની સાથે સાથે આખા સ્ટેડિયમને કાયાકલ્પ કરવામાં આવ્યું છે. આ રિનોવેશન બાદ આ મેદાનનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું. 1 લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.


Google NewsGoogle News