'140 કરોડ ભારતીય ટીમ ઈન્ડિયાની જય જય કાર કરી રહ્યા છે...', ફાઈનલ મેચને લઈને વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન મોદી પણ રહેશે સ્ટેડિયમમાં હાજર

140 કરોડ ભારતીય ટીમ ઈન્ડિયાની જય જય કાર કરી રહ્યા છે : PM

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
'140 કરોડ ભારતીય ટીમ ઈન્ડિયાની જય જય કાર કરી રહ્યા છે...', ફાઈનલ મેચને લઈને વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા 1 - image


world cup 2023 final : ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી લખ્યું કે, 140 કરોડ ભારતીય ટીમ ઈન્ડિયાની જય જય કાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ, 140 કરોડ ભારતીય તમારી જયજય કાર કરી રહ્યા છે. તમે સારું રમો અને ખેલ ભાવના યથાવત્ રાખો.

વડાપ્રધાન મોદી પણ રહેશે સ્ટેડિયમમાં હાજર

ભારતની યજમાનીમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ત્યારે તે જોવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લેસ પણ હાજર રહેશે. જ્યારે 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સિવાય 100થી વધુ VIP મહેમાનો મહામુકાબલો જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે.

વડાપ્રધાન મોદી પહેલા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, અસદુદ્દીન ઓવૈસી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ ટીમ ઈન્ડિયાને જીતની શુભેચ્છા આપી છે.

'140 કરોડ ભારતીય ટીમ ઈન્ડિયાની જય જય કાર કરી રહ્યા છે...', ફાઈનલ મેચને લઈને વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા 2 - image


Google NewsGoogle News