Get The App

IND vs AUS: કોહલીએ આસાન કેચ છોડી દીધો, બુમરાહે તો ઉજવણી શરૂ કરી દીધી! જુઓ VIDEO

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
IND vs AUS: કોહલીએ આસાન કેચ છોડી દીધો, બુમરાહે તો ઉજવણી શરૂ કરી દીધી! જુઓ VIDEO 1 - image


Virat Kohli dropped catch of Marnus Labuschagne : પર્થ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા ઊતરેલા વિરાટ કોહલી માત્ર પાંચ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ સિવાય પણ સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે કોહલીએ માર્નસ લાબુશેનનો એક સરળ કેચ છોડી દીધો હતો. 

કોહલીએ છોડ્યો લાબુશેનનો કેચ

જ્યારે જસપ્રીત બુમરાહનો બોલ લાબુશેનના બેટની કિનારી પર લાગીને સ્લિપમાં વિરાટના હાથમાં પહોંચ્યો ત્યારે તેણે ખાતું પણ ખોલાવ્યું ન હતું. વિરાટે આ બોલને પકડાવાની કોશિશ કરી હતી. પરંતુ તે કેચ પકડી શક્યો ન હતો, અને બોલ જમીન પર પડી ગયો હતો. કેએલ રાહુલ સ્લિપમાં વિરાટની બાજુમાં ઊભો હતો. અને બોલિંગ કરી રહેલા જસપ્રિત બુમરાહે વિકેટની ઉજવણી શરૂ કરી દીધી હતી. પરંતુ પછી વિરાટે તેના બંને હાથ ઉંચા કરીને સંકેત આપ્યો કે તેણે કેચ છોડી લીધો છે.

તો ઓસ્ટ્રેલિયાની હાલત હજુ ખરાબ થઈ ગઈ હોત!

મેચની વાત કરીએ તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ટીમ માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સામે જવાબમાં પહેલા દિવસની રમત પૂરી થઇ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાને 67 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. પરંતુ જો વિરાટે લેબુશેનનો કેચ પકડી લીધો હોત તો ઓસ્ટ્રેલિયાની હાલત હજુ ખરાબ થઈ ગઈ હોત.

આ પણ વાંચો : IND vs AUS: પર્થમાં ભારતીય ફાસ્ટ બોલર્સનો તરખાટ, પ્રથમ દિવસના અંતે કંગારુઓના 7 વિકેટે 67 રન

ભારત માટે આ સીરિઝ મહત્ત્વપૂર્ણ

આ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ પુનરાગમન કરે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ભારતીય ટીમને 0-3થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સીરિઝનું પરિણામ નક્કી કરશે કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહેશે કે નહી. ભારત વર્ષ 2021 અને વર્ષ 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમી ચૂક્યું છે. પરંતુ આ વખતે ફાઈનલમાં પહોંચવાનો રસ્તો ભારત માટે ઘણો મુશ્કેલ રહેશે.

IND vs AUS: કોહલીએ આસાન કેચ છોડી દીધો, બુમરાહે તો ઉજવણી શરૂ કરી દીધી! જુઓ VIDEO 2 - image


Google NewsGoogle News