Get The App

કોહલી અને પંતે લીધેલો નિર્ણય ક્યાંક એડિલેડમાં ટીમ ઈન્ડિયાને ભારે ન પડી જાય!

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
કોહલી અને પંતે લીધેલો નિર્ણય ક્યાંક એડિલેડમાં ટીમ ઈન્ડિયાને ભારે ન પડી જાય! 1 - image

IND Vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ પિંક બોલ(ડે-નાઈટ)થી રમાશે. એડિલેડ ટેસ્ટ પહેલા ભારતે પ્રાઈમ મીનીસ્ટર ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમી હતી. જેથી કરીને ટીમને પિંક બોલથી રમવાનો અનુભવ મળી શકે.

વિરાટ કોહલી આ મેચમાંથી બહાર રહ્યો

કેનબરાના મનુકા ઓવલમાં યોજાયેલા આ પ્રેક્ટિસ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. જો કે આ મેચમાં ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી રમ્યો ન હતો. તેણે ફિલ્ડીંગ કે બેટિંગ  કરી ન હતી. આ સિવાય રિષભ પંત પણ બેટિંગ કરવા આવ્યો ન હતો. જો કે પંતે થોડા સમય માટે વિકેટકીપિંગ જરૂર કરી હતી. થોડી વાર બાદ પંતની જગ્યાએ સરફરાઝ ખાન વિકેટકીપિંગ કરવા આવ્યો હતો.     

આ નિર્ણય કોહલી અને પંતને ભારે પડી શકે

જો કે આ મેચમાં પંત અને કોહલીએ સ્કોટ બોલેન્ડની બોલિંગનો સામનો કર્યો હોત તો એ ટીમ માટે સારું હતું. કારણ કે સ્કોટ બોલેન્ડ એડિલેડ ટેસ્ટમાં ભાગ લે તેવી શક્યતા છે. અને તે હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એડિલેડની પ્રેક્ટિસ મેચમાં કોહલી-પંતનો આ નિર્ણય ભારત માટે મોંઘો સાબિત થઈ શકે છે.    

આ પણ વાંચો : ભારતની કમાણી જોઈને ચીડાય છે પાકિસ્તાન...એટલે જ ICCના રેવન્યુ મોડેલમાં ઇચ્છે છે ધરખમ ફેરફાર

ડે-નાઈટ ટેસ્ટ મેચોમાં કોહલીનો રેકોર્ડ

વિરાટ કોહલીનું ડે-નાઈટ ટેસ્ટ મેચોમાં રેકોર્ડ સારો રહ્યો નથી. છેલ્લી ડે-નાઈટ મેચોની ચાર ઈનિંગમાં કોહલી માત્ર 67 રન જ કરી શકયો હતો. કોહલીએ પોતાની કારકિર્દીમાં રમેલી કુલ ડે-નાઈટ મેચોની છ ઇનિંગમાં 277 રન કર્યા હતા. જયારે પંતે 3 ઇનિંગમાં 30ની સરેરાશ સાથે 90 રન બનાવ્યા હતા. 

કોહલી અને પંતે લીધેલો નિર્ણય ક્યાંક એડિલેડમાં ટીમ ઈન્ડિયાને ભારે ન પડી જાય! 2 - image


Google NewsGoogle News