IND vs AUS: ચોથી ટેસ્ટમાં ટીમથી બહાર થઈ શકે છે ટ્રેવિસ હેડ? આ ખેલાડીનું ડેબ્યૂ કન્ફર્મ
IND vs AUS, Sam Constance : અગાઉ કહેવાઈ રહ્યું હતું કે સેમ કોન્સ્ટન્સ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી બોક્સિંગ ડે ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે. પરંતુ હવે તેની સત્તાવાર જાહેતત કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે સેમ કોન્સ્ટાસના ડેબ્યુની પુષ્ટિ કરી છે. એટલે કે કોન્સ્ટાસ હવે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર ચોથો સૌથી યુવા ખેલાડી હશે. જો કે, આ સિવાય ઓસ્ટ્રેલિયન કોચે ટ્રેવિસ હેડને લઈને પણ એક મોટા સમાચાર આપ્યા છે.
શું ટ્રેવિસ હેડ બોક્સિંગ ટેસ્ટમાં રમશે?
ઓસ્ટ્રેલિયાના કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડના જણાવ્યા અનુસાર બોક્સિંગ ડે ટેસ્ટમાં ટ્રેવિસ હેડના રમવા પર શંકાના વાદળો છે. ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન તેને માથામાં ઈજા થઈ હતી. ત્યાર પછી આગામી મેચમાં તે રમશે કે નહી તેને લઈને આશંકાઓ લગાવાઈ રહી હતી. જો કે, ઓસ્ટ્રેલિયન કોચને વિશ્વાસ છે કે હેડ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ મેલબોર્ન ટેસ્ટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
ડેબ્યૂ કરનાર યુવા ખેલાડી સેમ કોન્સ્ટાસ
સેમ કોન્સ્ટાસ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર 468મો ખેલાડી છે. અને તે ચોથો સૌથી યુવા ખેલાડી પણ છે. ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ઓસ્ટ્રેલિયાનો સૌથી યુવા ખેલાડી ઈયાન ક્રેગ છે. કે જેણે 17 વર્ષ અને 239 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી. ઇયાન ક્રેગે સન 1953માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. આ યાદીમાં બીજું સ્થાન ઓસ્ટ્રેલિયાના વર્તમાન કેપ્ટન પેટ કમિન્સનું છે. જેણે વર્ષ 2011માં 18 વર્ષ અને 193 દિવસની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ટોમ ગેરેટ ઓસ્ટ્રેલિયાના ત્રીજા સૌથી યુવા ટેસ્ટ ખેલાડી હતા. તેણે સન 1877માં 18 વર્ષ અને 232 દિવસની ઉંમરે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચો : બુમરાહની બોલિંગ એક્શન ગેરકાયદે? ઑસ્ટ્રેલિયામાં લગાવાયો ગંભીર આરોપ, તપાસની માંગ
જોશ હેઝલવુડનું સ્થાન કોણ લેશે
બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં જોશ હેઝલવુડનું સ્થાન કોણ લેશે તે અંગે કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે સ્કોટ બોલેન્ડના નામને મંજૂરી આપી દીધી છે. હેઝલવુડને પણ ઈજાના કારણે ત્રીજી ટેસ્ટની વચ્ચે મેદાન છોડવું પડ્યું હતું. હવે તે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.