Get The App

IND vs AUS: રોહિત શર્માની આ એક તસવીરના કારણે ફેન્સના વધ્યા ધબકારા, નિવૃત્તિની અટકળો

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
IND vs AUS: રોહિત શર્માની આ એક તસવીરના કારણે ફેન્સના વધ્યા ધબકારા, નિવૃત્તિની અટકળો 1 - image
IMAGE : X

IND vs AUS, Rohit Sharma : બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે. જેમાં ફરી એકવાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવેલા રોહિત શર્મા ફરીથી ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા હતો. અને સસ્તામાં વિકેટ ગુમાવીને પવેલિયન પરત ફર્યો હતો. જો કે, આ પછી તેની સામે આવેલી એક તસવીરે ક્રિકેટ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. આ તસવીર સામે આવ્યા બાદ રોહિતની નિવૃત્તિને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

રોહિતે પોતાના ગ્લોવ્સ ફેંકી દીધા

ગાબા ટેસ્ટમાં ભારતની પહેલી ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ ફરી એકવાર ચાહકોને નિરાશ કર્યા હતા. તેણે 27 બોલમાં માત્ર 10 રન બનાવ્યા હતા. તે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના બોલ પર વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી પેવેલિયન તરફ જતી વખતે તેણે તેના ગ્લોવ્સ ઉતારી દીધા હતા. અને તેને ડગઆઉટમાં ફેંકી દીધા હતા. પછી તેના બંને ગ્લોવ્સ ડગઆઉટમાં એડવર્ટાઈઝ બોર્ડની પાછળ પડેલા જોવા મળ્યા હતા. આ કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે રોહિત હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે. લોકો માની રહ્યા છે કે, રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીના અંતનો સંકેત આપી દીધો છે.


આ તસવીર જોઈને યુઝર્સે શું કહ્યું?

રોહિતની તસવીર શેર કરીને એક યુઝરે લખ્યું હતું કે, 'રોહિત શર્માએ ડગઆઉટની સામે પોતાના ગ્લોવ્સ છોડી દીધા. તે ખૂબ જ નિરાશ લાગી રહ્યો છે. શું આ તેની નિવૃત્તિ લેવાની નિશાની છે?' અન્ય એક યુઝરે લખ્યું કે, 'રોહિત શર્માએ ડગઆઉટની સામે તેના ગ્લોવ્સ છોડી દીધા. નિવૃત્તિના સંકેતો?'

ઓસ્ટ્રેલિયા સામે રોહિત ફ્લોપ

રોહિત શર્મા પહેલી મેચથી દૂર રહ્યો હતો. બાળકના જન્મને કારણે તે પર્થ ટેસ્ટનો ભાગ બની શક્યો ન હતો. તેણે એડિલેડમાં બીજી ટેસ્ટ રમી હતી. અને તેમાં પણ તે ફ્લોપ રહ્યો હતો. તેણે બંને ઇનિંગ્સમાં 38 બોલનો સામનો કરીને માત્ર 9 રન બનાવ્યા હતા. 

આ પણ વાંચો : કૅપ્ટન રોહિત પર ભડક્યા ગાવસ્કર, કહ્યું- તમારી ઉંમર 35થી ઉપર જાય એટલે તમારે...

અગાઉ T20Iમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યો છે રોહિત

તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ અગાઉ T20 અંતરરાષ્ટ્રીયમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ વર્ષે ભારતે T20 વર્લ્ડકપ જીત્યા બાદ તેણે T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિત શર્માએ 17 વર્ષ પછી ભારતને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. અને તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીનો શાનદાર અંત આવ્યો હતો. હવે રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઇ લેશે તેવી અટકળો ચાલી રહી છે.

IND vs AUS: રોહિત શર્માની આ એક તસવીરના કારણે ફેન્સના વધ્યા ધબકારા, નિવૃત્તિની અટકળો 2 - image



Google NewsGoogle News