IND vs AUS : વિરાટનો રેકોર્ડ તોડવાની સૂર્યકુમાર પાસે તક, 79 રનની જ જરુર, આજે કરી શકે છે કમાલ
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં 80 રન બનાવ્યા હતા
Image:Twitter |
IND vs AUS 2nd T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 મેચોની T20 સિરીઝની બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાનાર છે. ભારતે 5 મેચોની આ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 80 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી. સૂર્યા પાસે આજે વિરાટ કોહલીના એક ખાસ રેકોર્ડને તોડવાનો મોકો છે.
સૂર્યા વિરાટનો રેકોર્ડ તોડવાથી માત્ર આટલા રન દુર
સૂર્યકુમાર યાદવ T20Iમાં 2000 રન પૂરા કરવાના નજીક છે. આ ફોર્મેટમાં સૌથી ઝડપી 2000 રનનો આંકડો બાબર આઝમે સ્પર્શ્યો છે. વિરાટ કોહલી આ મામલે બીજા નંબરે છે. બાબર આઝમે 52 ઈનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા. જયારે વિરાટ કોહલીએ 56 ઈનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા. સૂર્યા 51 ઈનિંગમાં 1921 રન બનાવી ચુક્યો છે. તેને વિરાટ(Suryakumar Yadav Have Chance To Break Virat Kohli's Record In T20I)ના રેકોર્ડને તોડવા માટે હવે માત્ર 79 રનની જરૂર છે.
સૂર્યાનું ક્રિકેટિંગ કરિયર
સૂર્યકુમારે ભારત માટે અત્યાર સુધી 54 T20I મેચ રમી છે. આ દરમિયાન તેણે 1921 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 16 ફિફ્ટી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ T20I સ્કોર 117 રન છે. તેનો વનડે રેકોર્ડ બહુ સારો રહ્યો નથી. તેણે 37 વનડે મેચમાં 773 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 ફિફ્ટી ફટકારી છે. તેણે એક ટેસ્ટ મેચ પણ રમી છે.