IND vs AUS : સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે હંમેશા યાદ રહેશે પહેલી પ્રેસ કોન્ફ્રેંસ, જાણો કારણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20I સિરીઝ રમાનાર છે
પ્રથમ T20 મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાનાર છે
Image:Twitter |
Suryakumar Yadav Press Conference : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20I સિરીઝની પ્રથમ મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાનાર છે. આ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરવાનો છે. પ્રથમ T20 મેચ પહેલા ગઈકાલે એક પ્રેસ કોન્ફ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. કેપ્ટન તરીકે સૂર્યા તેની પહેલી પ્રેસ કોન્ફ્રેંસ હંમેશા યાદ રાખશે. જેના પાછળનું કારણ ચોંકાવનાર છે.
પ્રેસ કોન્ફ્રેંસમાં માત્ર 2 મીડિયાકર્મીઓ
રવિવારના દિવસે ODI World Cup 2023 પછી યોજાયેલ પ્રેસ કોન્ફ્રેંસ દરમિયાન લગભગ 200થી પણ વધુ લોકો હાજર હતા. જયારે ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફ્રેસમાં માત્ર 2 મીડિયાકર્મીઓ જ હાજર હતા. આ પ્રેસ કોન્ફ્રેસ 4 મિનિટની અંદર સમાપ્ત પણ થઇ ગઈ હતી.
વર્લ્ડ કપની હારને ભૂલવામાં સમય લાગશે - સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવે વર્લ્ડકપ ફાઈનલમાં મળેલી હાર બાદ મેદાન પર ઉતારવા વિશે કહ્યું, 'વર્લ્ડ કપની હારને ભૂલવામાં સમય લાગશે. એવું નથી કે તમે બીજા દિવસે જાગશો અને બધું સારું થઈ જશે. પરંતુ હવે આપણે આગળ પણ જોવું પડશે. સિરીઝ માટે ટીમમાં નવા ખેલાડીઓ છે, નવો ઉત્સાહ છે, અમે તેના માટે ઉત્સાહિત છીએ.' તેણે વધુમાં કહ્યું હતું કે, 'T20 World Cup 2024 પહેલા જેટલી પણ T20I મેચો રમાશે તે તમામ મેચો ભારત માટે મહત્વપૂર્વ હશે. મેં યુવા ખેલાડીઓને કહ્યું છે કે નિડર થઈને રમે અને ટીમ માટે જે બને તે કરે. તે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ આ જ કરતા આવી રહ્યા છે.'