ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિદેશમાં 'ફ્લોપ', આંકડા છે શરમજનક, મેલબોર્ન ટેસ્ટથી બહાર થવાનું જોખમ?
IND Vs AUS, Shubman Gill : બ્રિસ્બેનના ગાબા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં ભારતીય ટીમનો યુવા બેટર શુભમન ગિલ પહેલી ઇનિંગમાં માત્ર 1 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર મિશેલ માર્શના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. ઈજાના કારણે પર્થ ટેસ્ટમાંથી બહાર રહેલા શુભમન ગિલે એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અનુક્રમે 31 અને 28 રનની ઇનિંગ્સ રમી હતી.
વિદેશી ધરતી પર ગિલ ફ્લોપ
હકીકતમાં વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં ગીલને સંઘર્ષ કરવો પડે છે. અત્યાર સુધી તેણે વિદેશી ધરતી પર 25 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર ત્રણ વખત પચાસથી વધુ રન બનાવ્યા છે. વિદેશી ધરતી પર ગિલે 25 ઇનિંગ્સમાં 29.65ની સરેરાશથી 682 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી અને 1 સદી સામેલ છે. જ્યારે ગિલે ભારતમાં 31 ટેસ્ટ ઇનિંગ્સમાં 42.04ની સરરાશથી 1177 રન બનાવ્યા છે. તેનો અર્થ એ છે કે ગિલને વિદેશી ધરતી પર રમવા માટે સંઘર્ષ કરવો પડે છે, તે સ્પષ્ટ છે. તેથી આગામી ઓસ્ટ્રેલીયા સામેની ચોથી મેલબોર્ન ટેસ્ટમાં ગિલ ટીમમાંથી બહાર થઇ શકે છે.
આ પણ વાંચોઃ દિગ્ગજ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ, 23 લાખની હેરાફેરીનો લાગ્યો આરોપ
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસે
22-25 નવેમ્બર : પહેલી ટેસ્ટ, પર્થ (ભારત 295 રનથી જીત્યું)
6-8 ડિસેમ્બર : બીજી ટેસ્ટ, એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટથી જીત્યું)
14-18 ડિસેમ્બર : ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન (ડ્રો)
26-30 ડિસેમ્બર : ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી : પાંચમી ટેસ્ટ, સિડની