ફક્ત 5 મિનિટ માટે યશસ્વીને 'હિટમેન' એ એવી સજા કરી કે આખી ટીમમાં ફેલાયો ગભરાટ!
Yashasvi Jaiswal : હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. પાંચ ટેસ્ટ મેચની આ સીરિઝમાંથી બે મેચ રમાઈ ગઈ છે. અને હાલમાં સીરિઝ 1-1થી બરાબર છે. એડિલેડમાં એક વધારાનો દિવસ વિતાવ્યા બાદ ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્ત્વમાં બ્રિસબેન માટે રવાના થઈ ગઈ હતી. પરંતુ બ્રિસબેન જતા પહેલા ભારતીય ટીમ સાથે એક વિચિત્ર ઘટના બની હતી. રોહિત શર્માના કહેવાને લીધે ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમ હોટલમાં છોડી આવી હતો. જો કે, પછી તે પણ આ જ ફ્લાઈટમાં બ્રિસબેન જવા રવાના થયો હતો. બસ પકડવામાં મોડું થવાને કારણે આવું બન્યું હતું.
જયસ્વાલને લીધા વગર બસ ઉપડી ગઈ
હકીકતમાં 11 ડિસેમ્બરના રોજ ભારતીય ટીમ સવારે બ્રિસબેન જવાની ફ્લાઈટમાં સમયે પહોંચવા માટે એડિલેડમાં પોતાની હોટેલથી નીકળી હતી. ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરે રીવર સીટીના પ્રખ્યાત ગાબા સ્ટેડીયમમાં યોજાશે. રસપ્રદ વાત એ હતી એરપોર્ટ લઇ જવા માટે આવેલી બસ યશસ્વી જયસ્વાલને લીધા વગર જતી રહી હતી. અને એ પણ રોહિત શર્માના કહેવા મુજબ થયું હતું. કારણ કે યશસ્વી હોટેલની બહાર આવવામાં વિલંભ કરી રહ્યો હતો. કદાચ રોહિત તેવું ન હતો ઈચ્છતો હતો, કે કોઈ એક ખેલાડીને કારણે ટીમ ફ્લાઈટ પકડવાનું ચૂકી ન જાય.
રોહિત જયસ્વાલના વર્તનથી નારાજ
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કેપ્ટન રોહિત શર્મા યશસ્વી જયસ્વાલના આ વર્તનથી નારાજ થઇ ગયો હતો. ટીમની બસ સ્થાનિક સમય મુજબ સવારે 8:30 વાગ્યે એરપોર્ટ જવાની હતી, કારણ કે બ્રિસબેન જવાની ફ્લાઇટ સવારે 10:05 વાગ્યે નિર્ધારિત થયેલી હતી. ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો સવારે 8.20 વાગ્યાથી બસમાં ચઢવા લાગ્યા હતા. જો કે, આ દરમિયાન યશસ્વી જયસ્વાલ ક્યાંય જોવા મળ્યો ન હતા. બસ પાસે થોડીવાર રાહ જોયા બાદ રોહિત શર્મા નીચે ઉતર્યો હતો. અને તેણે ટીમ મેનેજર અને લાયઝન ઓફિસર સાથે વાત કરી.
સિક્યોરિટી ઓફિસર સાથે એરપોર્ટ પહોંચ્યો જયસ્વાલ
વાતચીત કર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પાછો બસમાં બેસી ગયો હતો. રોહિતના ઈશારા પર ડ્રાઈવરે 8:50 વાગ્યે યશસ્વી વગર જ બસને ઉપાડી દીધી હતી. બસ ઉપડ્યાના લગભગ 5 મિનિટ પછી યશસ્વી હોટેલથી બહાર નીકળ્યો હતો. જો કે ટૂંક સમયમાં જ યશસ્વી ટીમના સિક્યોરિટી ઓફિસર સાથે કારમાં એરપોર્ટ પહોંચી ગયો હતો. અને તે ભારતીય ટીમ સાથે બ્રિસબેનની ફ્લાઈટમાં ગયો હતો.