Get The App

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, 'હિટમેન' નહીં જાય ઓસ્ટ્રેલિયા, 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં કોણ કેપ્ટન?

Updated: Nov 11th, 2024


Google News
Google News
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, 'હિટમેન' નહીં જાય ઓસ્ટ્રેલિયા, 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં કોણ કેપ્ટન? 1 - image


Rohit Sharma Wont Travel to Australia: ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જેમાં પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. પરંતુ તે પહેલા  ટીમ ઈન્ડિયા માટે એક મોટા આંચકાજનક સમાચાર સામે આવ્યા. માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ સાથે નહીં જાય. 

રોહિત શર્માની જગ્યાએ કોણ કેપ્ટન? 

આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે રોહિત શર્મા શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે. તેની જગ્યાએ વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ કમાન સંભાળી શકે છે. કેપ્ટન રોહિત બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે રોહિતની પત્ની રિતિકા સજદેહ આગામી થોડા દિવસોમાં બાળકને જન્મ આપી શકે છે. આવી સ્થિતિમાં રોહિત તેની સાથે રહેશે.

કેપ્ટન રોહિત પ્રેસ કોન્ફરન્સમાં પણ નહીં જોડાય 

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રોહિત શર્મા પ્રથમ બેચમાં ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે અને જો જરૂર પડશે તો તે પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે પાછો પણ આવી શકે છે. પરંતુ હવે આ તમામ શક્યતાઓ ખતમ થઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, 'હિટમેન' નહીં જાય ઓસ્ટ્રેલિયા, 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં કોણ કેપ્ટન? 2 - image



Tags :
border-gavaskar-trophyindia-vs-australiaRohit-Sharma

Google News
Google News