Get The App

ચાલુ મેચમાં બબાલ કરનારા સિરાજના સમર્થનમાં ઉતર્યા રવિ શાસ્ત્રી, આપી દીધું ચોંકાવનારું નિવેદન

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
ચાલુ મેચમાં બબાલ કરનારા સિરાજના સમર્થનમાં ઉતર્યા રવિ શાસ્ત્રી, આપી દીધું ચોંકાવનારું નિવેદન 1 - image

Ravi Shastri supports Mohammed Siraj : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઇચ્છે છે કે ઝડપી બોલર મોહમ્મદ સિરાજ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાનું આક્રમક વલણ ચાલુ રાખે. શાસ્ત્રીએ કહ્યું હતું કે, સિરાજે પાછળ હટવું ન જોઈએ. અમારા સમયમાં ઓસ્ટ્રેલિયાને તેની જ ભાષામાં સમજાવવાનું માનવામાં આવતું હતું. આખી સીરિઝ દરમિયાન એક પણ ભારતીય ખેલાડીએ એક પગલું પણ પાછળ હટવું ન જોઈએ.

સિરાજને ફટકારાયો હતો દંડ

એડિલેડ ટેસ્ટમાં પ્રેક્ષકો દ્વારા મોહમ્મદ સિરાજનું હૂટિંગ કરવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન સિરાજની માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે ICCએ સિરાજને મેચ ફીના 20 ટકા દંડ અને એક ડીમેરિટ પોઇન્ટ પણ આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાને તેની ભાષામાં જ જવાબ આપવો જોઈએ

શાસ્ત્રીએ કહ્યું હતું કે, મને ખાતરી છે કે સિરાજ અને હેડ ઘણાં પરિપક્વ ખેલાડી છે. આ બાબતોને કેવી રીતે ઉકેલી શકાય તેઓ એ જાણે છે. ગમે તે હોય છગ્ગા ફટકાર્યા પછી હું ઝડપી બોલર પાસેથી કંઈ અપેક્ષા રાખી શકતો ન હતો. સિરાજે થોડી લાગણી વ્યક્ત કરી હતી, જે કોઈ પણ ઝડપી બોલર કરી શકે છે. જ્યારે હું રમતો હતો ત્યારે મારી નીતિ સામેવાળાને તમારાથી બને તેટલો શ્રેષ્ઠ જવાબ આપવાની હતી. જ્યારે હું કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયો હતો ત્યારે મેં મારા ખેલાડીઓને આ જ વાત કહી હતી. એક ડગલું પણ પાછું ન લેવું જોઈએ. આ ટીમનું વલણ બની ગયું અને ત્યારથી વિરાટ કોહલી, ઋષભ પંતથી લઈને ટીમના તમામ સભ્યોએ ઓસ્ટ્રેલિયાને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રિષભ પંતને થઈ ઈજા, અટકાવી દેવાઈ પ્રેક્ટિસ

શું હતો સમગ્ર મામલો?

અહીં તમને જણાવી દઈએ કે એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે તેને ગુસ્સામાં પેવેલિયન પરત ફરવાનો સંકેત આપ્યો. પેવેલિયનમાં પરત ફરતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું.

ચાલુ મેચમાં બબાલ કરનારા સિરાજના સમર્થનમાં ઉતર્યા રવિ શાસ્ત્રી, આપી દીધું ચોંકાવનારું નિવેદન 2 - image


Google NewsGoogle News