Get The App

IND vs AUS: ઓસ્ટ્રેલિયામાં લોકેશ રાહુલ અને યશસ્વી જયસ્વાલે 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ભારતની સ્થિતિ મજબૂત

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News

kl rahul yashasvi jaiswal
INDvsAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પકડ મજબૂત બનાવી છે. પ્રથમ ઇનિંગમાં 150 રન પર ઓલઆઉટ થયેલી ટીમ ઈન્ડિયાના ઓપનર્સે બીજી ઇનિંગમાં ભારતને સારી શરૂઆત અપાવતા 100 રનની પાર્ટનરશિપ કરી હતી. છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયામાં 100 રનની પાર્ટનરશિપ કરી છે. ત્યાર બાદ તેમણે ભાગીદારીને 150 પાર પહોંચાડી હતી. ટેસ્ટ મેચના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલ બંનેએ અર્ધી સદી ફટકારી હતી.

બુમરાહનો પંજો

ભારતે પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની 7 વિકેટ ખેરવી દીધી હતી. બીજા દિવસે ફાસ્ટ બોલર સ્ટાર્કે ધીરજભરી રમત રમતાં ભારતના ફાસ્ટ બોલર્સને પડકાર આપ્યો હતો પરંતુ આખરે ટીમ ઈન્ડિયાના ફાસ્ટર્સે ઓસ્ટ્રેલિયન ટીમને 104 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી કેપ્ટન બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. પોતાની પ્રથમ મેચ રમી રહેલા હર્ષિત રાણાએ 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. 

લંચ બાદ ભારતના ઓપનર્સે રચ્યો ઇતિહાસ

પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતના ઓપનર્સે એવું કામ કરી બતાવ્યું, જે છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત બન્યું હતું. ભારતીય ઓપનર્સે 150 રનથી વધુની ભાગીદારી નોંધાવી હતી. લંચ બાદ બેટિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલે અર્ધી સદી ફટકારી ભારતની લીડ 200થી વધારે કરી દીધી હતી. આ સાથે ભારત પ્રથમ ટેસ્ટ મેચમાં જીતે તેવી શક્યતા પણ વધી ગઈ છે. ભારત જો આ ઇનિંગમાં 300થી વધારે સ્કોર કરી દેશે તો ભારત માટે જીતનો રસ્તો સરળ બની જશે.


Google NewsGoogle News