Get The App

IND vs AUS: ચાલુ મેચમાં કમિન્સે કરી એવી હરકત કે ઈરફાન પઠાણે ઑસ્ટ્રેલિયાને 2008ની ચીટિંગ યાદ અપાવી

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
IND vs AUS: ચાલુ મેચમાં કમિન્સે કરી એવી હરકત કે ઈરફાન પઠાણે ઑસ્ટ્રેલિયાને 2008ની ચીટિંગ યાદ અપાવી 1 - image

IND vs AUS : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચોની ચોથી મેચના ચોથા દિવસે મેદાન પર ઘણો ડ્રામા જોવા મળ્યો હતો. મેચની વહેલી સવારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કંઈક એવું કર્યું હતું કે જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં કમિન્સે થર્ડ અમ્પાયરના નિર્ણય પર DRSની માંગ કરી હતી. જેને લઈને ઈરફાન પઠાણે તેને ટ્રોલ કર્યો હતો.

શું હતી ઘટના?

હકીકતમાં આ ઘટના ચોથા દિવસની રમતની ત્રીજી ઓવરમાં બની હતી. આ ઓવરમાં પેટ કમિન્સે શાનદાર યોર્કર ફેંક્યો હતો. મોહમ્મદ સિરાજે તે બોલને સ્લિપમાં ફટકાર્યો હતો અને તેનો કેચ સ્મિથે પકડી લીધો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમે વિકેટ ઝડપી હોવાની ઉજવણી શરૂ કરી દીધી હતી. જેને લઈને મેદાન પરના અમ્પાયરે આ માટે થર્ડ અમ્પાયરની મદદ માંગી હતી. થર્ડ અમ્પાયરે સ્વીકાર્યું કે આ એક બમ્પ શોટ હતો. એટલે કે બોલ બેટ સાથે અથડાયો અને જમીન પર અથડીને સ્મિથ પાસે ગયો હતો. થર્ડ અમ્પાયરે રિપ્લે જોઈને સિરાજને નોટઆઉટ જાહેર કર્યો હતો. આ જોઈને કમિન્સ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને અમ્પાયરો સાથે દલીલ કરવા લાગ્યો હતો. 


ઈરફાન પઠાણે કહ્યું, 'આ વર્ષ 2008 નથી.'

પેટ કમિન્સ થર્ડ અમ્પાયરના આ નિર્ણય સાથે સહમત ન હતો. તેણે મેદાન પરના અમ્પાયર પાસેથી DRSની માંગણી કરી હતી. પરંતુ અમ્પાયરે તેની માંગને નકારી કાઢી હતી. મેદાન પરના અમ્પાયરના જણાવ્યા અનુસાર, આ નિર્ણય થર્ડ અમ્પાયરે લીધેલો હતો જેથી તેના પર DRS લાગુ થશે નહીં. કમિન્સ અમ્પાયરના આ નિર્ણયથી નાખુશ દેખાતો હતો. ત્યારબાદ તેણે અમ્પાયરને કંઈક કહ્યું પણ હતું. કમિન્સનું આ રિએક્શન જોઈને કોમેન્ટ્રી કરી રહેલા ઈરફાન પઠાણે તેને ટ્રોલ કર્યો હતો. પઠાણે કહ્યું, 'પેટ કમિન્સ થર્ડ અમ્પાયરના રિવ્યુ પર રિવ્યુ માંગી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાને લાગે છે કે આ વર્ષ 2008 છે. પરંતુ આ વર્ષ 2008 નથી.'

આ પણ વાંચો : સિરાજને આઉટ ન આપ્યો એટલે ઓસ્ટ્રેલિયન કેપ્ટન અમ્પાયર સાથે ઝઘડ્યો, કોમેન્ટેટર પણ હેરાન

શું થયું હતું વર્ષ 2008માં?  

હકીકતમાં જ્યારે ભારતીય ટીમે વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ગંભીર અન્યાય થયો હતો. એ સમયે અમ્પાયર સ્ટીવ બકનર અને માર્ક બેન્સને ઘણી વખત ભારતીય ટીમ વિરુદ્ધ નિર્ણયો આપ્યા હતા. જેમાં એન્ડ્ર્યુ સાયમન્ડને નોટઆઉટ અને રાહુલ દ્રવિડને ખોટો આઉટ આપવામાં આવ્યો હતો. આ મેચમાં ખરાબ અમ્પાયરિંગના કારણે ભારત 122 રનથી હારી ગયું હતું.IND vs AUS: ચાલુ મેચમાં કમિન્સે કરી એવી હરકત કે ઈરફાન પઠાણે ઑસ્ટ્રેલિયાને 2008ની ચીટિંગ યાદ અપાવી 2 - image


Google NewsGoogle News