IND vs AUS 1st Test Day 3: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ભારત જીતથી 7 વિકેટ દૂર, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 12/3
IND Vs AUS, Virat Kohli Century : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને સર ડોન બેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે (24 નવેમ્બર) આ સિદ્ધિ મેળવી હતી.
હકીકતમાં કોહલીએ પર્થ ટેસ્ટમાં પોતાના કરિયરની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ પાડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. તેની સાથે જ તેના કરિયરની 30મી ટેસ્ટ સદી ફટકાર્યા બાદ કોહલી આ મામલે મેથ્યુ હેડન અને શિવનારાયણ ચંદ્રપોલની બરાબરી પર આવી ગયો છે.
કોહલીએ 81મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી
કોહલીએ પર્થ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તે સદી ફટકારવા માટે 143 બોલ પર રમ્યો હતો. અને 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોહલીએ સદી ફટકારતા જ ભારતીય દાવ 6 વિકેટે 487 રન પર ડિકલેર કરી દીધો હતો. આ રીતે ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
કોહલીની આ ઈન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીની 81મી સદી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના મામલે કોહલી બીજા સ્થાને છે. સચિન તેંડુલકર 100 સદી સાથે ટોચ પર છે. કોહલીએ પર્થ ટેસ્ટમાં 143 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
એક્ટિવ ક્રિકેટરોમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી
વિરાટ કોહલી - 81
જો રૂટ - 51
રોહિત શર્મા - 48.
પર્થ ટેસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના 11 ખેલાડીઓ
ભારતીય ટીમઃ
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ (કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયન ટીમ:
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટ-કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેઝલવુડ.