IND vs AUS: જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ખેરવી રચ્યો ઈતિહાસ, કપિલદેવનો ખાસ રેકૉર્ડ ધ્વસ્ત
Jasprit bumrah record : જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરીને 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફરી એકવાર બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયન બેટરોને ઘૂંટણએ લાવી દીધા હતા. આ સાથે જ બુમરાહે 5 વિકેટ લઈને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બુમરાહ હવે સેના(SENA) દેશો(દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં ભારત માટે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. આવું કરીને બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આઠમી વખત સેના દેશોમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ બુમરાહના નામે નોંધાયેલો છે. કપિલ દેવ તેની ટેસ્ટ કારકિર્દીમાં સેના દેશોમાં 7 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. આ સિવાય ઝહીર ખાને તેની ટેસ્ટ કારકિર્દીમાં 6 વખત આ પ્રકારનું કારનામું કર્યું હતું.
સેના દેશોમાં ટેસ્ટમાં ભારતીય બોલરો દ્વારા સૌથી વધુ 5 વિકેટો
8 વખત - જસપ્રીત બુમરાહ
7 વખત - કપિલ દેવ
6 વખત - ઝહીર ખાન
6 વખત - બી ચંદ્રશેખર
બુમરાહે અનિલ કુંબલેની બરાબરી કરી
ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં પણ બુમરાહ 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટ મેચમાં બુમરાહે 5 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટમાં બુમરાહએ 12મી વાર 5 વિકેટ ઝડપી હતી. તેમજ બુમરાહ ભારત બહાર ટેસ્ટમાં 10મી વખત 5 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આવું કરીને બુમરાહે અનિલ કુંબલેની બરાબરી કરી લીધી છે. કુંબલેએ વિદેશી ધરતી પર ટેસ્ટમાં 10 વખત 5 વિકેટ પણ લીધી હતી.
એશિયન બોલરો દ્વારા સેના દેશોમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર ખેલાડી
11 - વસીમ અકરમ
10 - મુથૈયા મુરલીધરન
8 - ઈમરાન ખાન
8 - જસપ્રીત બુમરાહ
7 - કપિલ દેવ
વિદેશી ધરતી પર સૌથી વધુ 5 વિકેટ લેનાર ભારતીય ખેલાડી
12 - કપિલ દેવ
10 - જસપ્રીત બુમરાહ
10 - અનિલ કુંબલે
9 - ઈશાંત શર્મા
8 - ભાગવત ચંદ્રશેખર
8 - આર અશ્વિન
બુમરાહ બનાવ્યો અનોખો રેકોર્ડ
આ સાથે જ બુમરાહ ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ વખત 5 વિકેટ લેનારો ભારતનો બીજો ઝડપી બોલર બની ગયો છે. આવું કરીને બુમરાહે ઝહીર ખાનને હરાવી દીધો છે.
બુમરાહ બનાવ્યો અનોખો રેકોર્ડ
23 - કપિલ દેવ
12 - જસપ્રીત બુમરાહ
11 - ઝહીર ખાન
11 - ઈશાંત શર્મા
10 -જવાગલ શ્રીનાથ