Get The App

બુમ..બુમ..બુમરાહ બન્યો વિકેટ કિંગ, ગાબામાં 2 વિકેટ સાથે જ રચ્યો ઇતિહાસ, કપિલનો રૅકોર્ડ તૂટ્યો

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
બુમ..બુમ..બુમરાહ બન્યો વિકેટ કિંગ, ગાબામાં 2 વિકેટ સાથે જ રચ્યો ઇતિહાસ, કપિલનો રૅકોર્ડ તૂટ્યો 1 - image


Image Source: Twitter

Jasprit Bumrah Break Kapil Dev Record:  ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ગાબાના મેદાનમાં ઇતિહાસ રચી દીધો છે. બુમરાહે ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગમાં બે વિકેટ ખેરવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહ ઓસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી સફળ ટેસ્ટ બોલર બની ગયો છે. 

આ દરમિયાન બુમરાહે પૂર્વ દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. બુમરાહે બીજી ઇનિંગમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજાને 8 રન પર આઉટ કરી દીધો હતો અને ત્યારબાદ આગલી ઓવરમાં માર્નસ લાબુશેનને પવેલિયન ભેગો કર્યો હતો. 

જસપ્રીત બુમરાહે ગાબામાં કપિલ દેવનો તોડ્યો રૅકોર્ડ

જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 10 ટેસ્ટ મેચોમાં 52 વિકેટ હાંસલ કરી છે. ગાબા ટેસ્ટની પાંચમા દિવસની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમની બીજી ઇનિંગમાં બે વિકેટ ઝડપીને તેણે મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. બુમરાહે કપિલ દેવનો રૅકોર્ડ તોડી નાખ્યો છે જેમણે 11 મેચોમાં 52 વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને ઝટકો, દિગ્ગજ સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

ઓસ્ટ્રેલિયામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રૅકોર્ડ નાથન લાયનના નામ પર છે. તેણે 18 ટેસ્ટ મેચોમાં 63 વિકેટ ઝડપી છે. જ્યારે ભારત તરફથી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ બુમરાહે ઝડપી છે. 

ICC ટેસ્ટ બોલર રેન્કિંગમાં નંબર-1 પર રહેલા બુમરાહે બ્રિસબેન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 76 રન આપીને 6 વિકેટ ખેરવી હતી. આ મેચમાં તેની છઠ્ઠી વિકેટ લીધા બાદ, બુમરાહે ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માનો રૅકોર્ડ તોડીને SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુઝીલૅન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલરની સિદ્ધિ હાંસલ કરી હતી. 

ઓસ્ટ્રેલિયામાં ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ

જસપ્રીત બુમરાહ- 53 વિકેટ

કપિલ દેવ- 51 વિકેટ

અનિલ કુમ્બલે- 49 વિકેટ

રવિચંદ્રન અશ્વિન- 40 વિકેટ

બિશન સિંહ બેદી- 35 વિકેટ

SENA દેશોમાં ભારતની સૌથી વધુ ટેસ્ટ વિકેટ

અનિલ કુમ્બલે- 141 વિકેટ

જસપ્રીત બુમરાહ- 133 વિકેટ

ઈશાંત શર્મા- 130 વિકેટ

મોહમ્મદ શમી- 123 વિકેટ

ઝહીર ખાન- 119 વિકેટ

કપિલ દેવ- 117 વિકેટ


Google NewsGoogle News