Get The App

IND vs AUS: ઓસ્ટ્રેલિયાના 445 રન સામે ભારતે 51 પર ગુમાવી 4 વિકેટ, ત્રીજા દિવસે વરસાદે બચાવી લીધી આબરૂ

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
IND vs AUS: ઓસ્ટ્રેલિયાના 445 રન સામે ભારતે 51 પર ગુમાવી 4 વિકેટ, ત્રીજા દિવસે વરસાદે બચાવી લીધી આબરૂ 1 - image


IND vs AUS : એડિલેડ બાદ ભારતીય ટીમના સ્ટાર બેટરો નિરાશાજનક પ્રદર્શન બ્રિસ્બેનમાં પણ ચાલુ રહ્યું. દિવસભર મેચમાં વરસાદ પડતો રહ્યો હતો. ભારતીય બેટરો ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલિંગ આક્રમણનો સામનો ન કરી શક્યા અને તેને લીધે ટીમ બેકફૂટ પર આવી ગઈ છે. ત્રીજા દિવસે સ્ટમ્પના સમયે ભારતીય ટીમની પહેલી ઇનિંગનો સ્કોર સ્કોર 51/4 રહ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારત હજુ પણ પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલીયાથી 394 રનથી પાછળ છે.

બુમરાહે શાનદાર પ્રદર્શન કરી 6 વિકેટ ઝડપી 

બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથ (101 રન) અને ટ્રેવિસ હેડ (152 રન)એ કરેલી સદીઓ પછી એલેક્સ કેરીએ 88 બોલમાં 70 રનની ઇનિંગ રમી ટીમ માટે શાનદાર સ્કોર બનાવવાનો પાયો નાખ્યો હતો. પહેલી ઇનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 76 રનમાં 6 વિકેટ લીધી હતી. કેએલ રાહુલે કરેલા 33 રન સિવાય ભારતનો કોઈ પણ ટોપ ઓર્ડરનો બેટર ક્રીઝ પર તાકી શકાયો ન હતો.. રિષભ પંત 9 રન, યશસ્વી જયસ્વાલ 4, વિરાટ કોહલી 3 અને શુભમન ગિલ 1 રન બનાવીને આઉટ થઇ ગયા હતા.

ફરી એકવાર વિરાટ ઓફ સ્ટમ્પના બોલ પર આઉટ થયો

વિરાટ કોહલી જેવા ખેલાડી ફરી એકવાર ઓફ સ્ટમ્પની બહાર બોલનો સામનો કરી રહ્યા હતા. એમાં કોઈ શંકા નથી કે પરિસ્થિતિ પડકારજનક હતી. પરંતુ ભારતીય બેટરો સ્ટીવ સ્મિથ પાસેથી શીખી શક્યા હોત. શરૂઆતમાં તેણે આકાશદીપ અને બુમરાહની ઝડપી બોલિંગના પડકારરૂપ સ્પેલ્સનો સામનો કરીને સદી ફટકારી હતી.  

આ પણ વાંચો: VIDEO: મેદાનમાં બરાબરનો ગુસ્સે થયો રોહિત, આ ખેલાડીને સામાન્ય ભૂલ પર ખખડાવ્યો

ભારતના ટોપ બેટરો ફ્લોપ

ઓસ્ટ્રેલિયાએ 445 રન બનાવ્યા બાદ ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 2 અને જોશ હેઝલવુડે 1 વિકેટ લીધી હતી. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 22 રનમાં ૩ વિકેટે હતો. બીજા સેશનમાં પેટ કમિન્સે રિષભ પંતની મોટી વિકેટ ઝડપી હતી. જેના કારણે ભારતીય ટીમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. ભારતનું ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ રહ્યું હતું. પંતે છેલ્લી વખત આ મેદાન પર ઐતિહાસિક ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. પરંતુ આ વખતે તે કંઈ ખાસ કરી શક્યો ન હતો.

IND vs AUS: ઓસ્ટ્રેલિયાના 445 રન સામે ભારતે 51 પર ગુમાવી 4 વિકેટ, ત્રીજા દિવસે વરસાદે બચાવી લીધી આબરૂ 2 - image



Google NewsGoogle News